રાજ્ય સરકાર ઇચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

728_90

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતના મામલાને સુપ્રીમ કોર્ટે સાત જજની બેન્ચ પાસે મોકલવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નાગરાજ કેસમાં આપવામાં આવેલા ચુકાદાને યોગ્ય ગણાવીને તેના પર પુનઃ વિચાર કે તેની સમીક્ષા કરવાનો ઇનકાર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સરકારી નોકરીઓમાં અનુૃસૂચિત જાતિ અને અનુસૂૂચિત જનજાતિ (એસસી-એસટી)ના કર્મચારીઓ માટેના પ્રમોશનમાં અનામત જારી રહેશે.

જોકે સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં એસસી-એસટીને પ્રમોશન આપવાનો મામલો રાજ્ય સરકાર પર છોડ્યો છે. આમ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સીધી રીતે પ્રમોશનમાં અનામતને ફગાવી દીધી નથી, પરંતુ મામલો રાજ્ય સરકાર પર છોડ્યો છે. રાજ્ય સરકાર ઇચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અનામતમાંં પ્રમોશન આપવા માટે સરકારને એસસી અને એસટીના પછાતપણાના આધાર પર ડેટા એકત્ર કરવાની જરૂર નથી.

આ અગાઉ નાગરાજ કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે એસસી-એસટી માટે પ્રમોશનમાં અનામતની વ્યવસ્થાને લાગુ કરતાં પહેલાં રાજ્યને તેમના પછાતપણા, સરકારી સેવામાં અપર્યાપ્ત પ્રતિનિધિત્વ અને સંપૂર્ણ વહીવટી કાર્યક્ષમતા સાથે સંકળાયેલા કારણોની જાણકારી આપવી પડશે.

રાજંય સરકારો બંધારણના અનુચ્છેદ ૧૬ ૪-એ અને અનુચ્છેદ ૧૬ ૪-બી હેઠળ એસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઇઓના ઉપયોગની શરતો વધુ કડક બનાવી છે.

સુપ્રીમ કોર્ટમાં ચુકાદાની દૃષ્ટિએ આજે બહુ અગત્યનો દિવસ હતો. આધારકાર્ડની બંધારણીય માન્યતા, નોકરીમાં પ્રમોશનમાં અનામત સહિતના છ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપવાની હતી. તે પૈકી આધાર અને અનામતના મુદ્દે મહત્ત્વપૂર્ણ ચુકાદા આપી દીધા છે.

You might also like
728_90