ઇરાદા મજબૂત હશે તો બધું જ મળશેઃ યામી ગૌતમ

અભિનેત્રી યામી ગૌતમે બોલિવૂડમાં ‘વીકી ડોનર’ ફિલ્મથી શાનદાર શરૂઅાત કરી હતી, પરંતુ ત્યારબાદ બીજી ફિલ્મોમાં તેને એટલી સફળતા ન મળી. અા વર્ષે ‘કાબિલ’ ફિલ્મમાં તે એક બ્લાઈન્ડ છોકરીના રોલમાં જોવા મળી. અા માટે તેનાં ખૂબ જ વખાણ થયાં. તે તાજેતરમાં ‘સરકાર-૩’ ફિલ્મમાં પહેલી વાર રફ એન્ડ ટફ રોલમાં દેખાઈ. યામીઅે તેની કરિયરમાં મોટા ભાગે એકદમ પ્રેમાળ અને સુંદર, સ્વીટ ગર્લનો રોલ કર્યો છે, પરંતુ ‘સરકાર-૩’માં તેનો રોલ સાવ હટકે રહ્યો.

તે કહે છે કે મારા મત મુજબ તમારા મગજમાં એ અાઈ‌િડયા હોવો જોઈઅે કે તમારે ક્યાં પહોંચવાનું છે. કેવા રોલ કરવા છે અને કેવી ફિલ્મો કરવી છે. તમારું અંતિમ લક્ષ્ય શું છે. તમે જે કરવા ઇચ્છો તે તમને તરત જ મળે તે શક્ય નથી, તેમાં સમય પણ લાગશે, પરંતુ જો તમે મક્કમ ઇરાદા ધરાવતા હશો તો તે જરૂર થશે. જો તમે મહેનત કરી રહ્યા હો તો ભલે મૂવી ચાલે કે ન ચાલે, તમારી મહેનત લોકોના ધ્યાને જરૂર અાવશે.

એક્ટિંગ હોય કે ડાન્સ સારું પર્ફોર્મન્સ કરવામાં અાવે તો દર્શકો યાદ કરે જ છે. યામી કહે છે કે ‘કાબિલ’માં મારો રોલ અલગ હતો. ‘સરકાર-૩’માં મેં ગ્રે શેડ રોલ કર્યો. હું બિલકુલ એવો જ રોલ કરવા ઇચ્છતી હતી, જે અભિનેત્રી તરીકે પડકારજનક હોય. મારા મત મુજબ અાજના સમયમાં વર્સેટાઈલ હોવું ખૂબ જરૂરી છે, કેમ કે અાપણે કોઈ પણ વસ્તુને વારંવાર જોઈ બોર થઈ જઈઅે છીઅે તો લોકો પણ હશે જ. તેથી હું એવું કંઈ કરવા ઇચ્છીશ, જે મેં પહેલાં ક્યારેય ન કર્યું હોય.

http://sambhaavnews.com/

You might also like