સાવધાન! હવે ચેક બાઉન્સ ના થાય એનું ધ્યાન રાખજો, નહીં તો…

ન્યૂ દિલ્હીઃ સરકારે ચેક બાઉન્સ થવાની દિશામાં ચેક રજૂ કરવાવાળાને જવાબદેહ બનાવવાની ઇચ્છાથી નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (સંશોધન) વિધેયક, 2017ને આજે ધ્વનિમતથી પસાર કરી દીધો. નાણાંકીય રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લએ વિધેયક પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે ચેક બાઉન્સ થવા પર સજાની જોગવાઇ છે પરંતુ આ પ્રકારનાં મામલાઓમાં અપીલ કરવાની જોગવાઇને કારણ લંબિત મામલાની સંખ્યા તેજીથી વધી રહેલ છે. આનાંથી ચેકની વિશ્વસનીયતા ઓછી થઇ રહી છે અને અસુવિધાઓ વધી રહી છે.

શું છે નવી જોગવાઇઓ?
નવી જોગવાઇ અંતર્ગત ફરિયાદ કરવાવાળાને તુરંત ન્યાય મળશે.
મામલાની ફરિયાદ કરવાવાળા માટે 20 ટકા વચગાળાની રકમ વળતરનાં રૂપમાં આપવાની જોગવાઇ કરવામાં આવી છે.
પરંતુ જો મામલો અપીલય કોર્ટમાં જાય છે તો 20 ટકા હજી વધારે રકમ ન્યાયાલયમાં જમા કરાવવાની રહેશે. ચેક રજૂ કરવાવાળાને 20 ટકા દંડ પર વ્યાજ પણ આપવું પડશે.

આ મામલામાં ન્યાયાલય ઇચ્છે તો દંડની રકમ 100 ટકા પણ કરી શકે છે. નાણાંકીય રાજ્યમંત્રીએ કહ્યું કે ચેકનાં અનાદર પર સમય-સમય પર સરકારને વિભિન્ન પક્ષો તરફથી આવેદન પ્રાપ્ત થયેલ છે.

વિધેયકને આધારે અધિનિયમમાં કલમ 143 (ક)નું સમાવેશન કરવામાં આવેલ છે કે જેમાં અપીલ કરવાવાળા પક્ષને વ્યાજ દેવાની જોગવાઇ છે. કલમ 138 અંતર્ગત કોર્ટમાં કેસ ચાલવા પર પીડિત પક્ષને 60 દિવસની અંદર 20 ટકા વચગાળાની રકમ આપવાની વ્યવસ્થા છે.

મોટી રકમ હોવી અને બે ભાગમાં ચૂકવણી કરવાની દિશામાં આ સમયને 30 દિવસ સુધી વધારી શકાશે.
આ જ પ્રકારમાં કલમ 148માં સંશોધન કરીને કોર્ટને ચેક રજૂ કરવાવાળા પર દંડ લગાવવાનો અધિકાર આપવામાં આવેલ છે.

વધશે ચેકની વિશ્વસનીયતાઃ
શિવ પ્રતાપ શુક્લએ કહ્યું કે આ વિધેયકથી ચેકનાં અસ્વીકૃત થવાંની સમસ્યાનું સમાધાન થઇ શકશે. વિધેયકમાં આવી જોગવાઇ કરવામાં આવેલ છે કે જેનાંથી ચેક બાઉન્સ થવાંને કારણ જેટલાં પ્રકારનાં વિવાદ ઉભા થાય છે તે દરેકનું સમાધાન આ જ કાયદામાં થઇ જાય. આનાંથી ચેકની વિશ્વસનીયતા વધશે અને સામાન્ય કારોબારી સુગમતમાં પણ નફો થશે.

Dhruv Brahmbhatt

Recent Posts

મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…

1 day ago

17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા

(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…

1 day ago

રોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…

1 day ago

પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…

1 day ago

રાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…

1 day ago

ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…

1 day ago