પેટની ચરબી ઘટાડવી છે તો પહેલાં છોડો આ વસ્તુ….

કેટલાક લોકોના શરીરમાં બીજે ક્યાંય ચરબી ન હોય, પરંતુ પેટ ફરતે ચરબીનાં ટાયર જામી ગયાં હોય છે એના કારણે ફિગર કઢંગું તો લાગે જ છે અને એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ નુકસાનકારક છે.

પેટ ફરતેની ચરબી ઘટાડવા માટે તમે ગમે એટલી કસરત કરો, પરંતુ જો ડાયટમાંથી સિમ્પલ અને રિફાઈન્ડ શુગરને તિલાંજલિ ન આપો તો પરિણામ નથી મળતું, બ્રિટનના ન્યુટ્રિશનિસ્ટ અસોસિયેશનની એક બેઠકમાં રજૂ થયેલા અભ્યાસમાં રજૂ થયું હતું કે પેટ ફરતેની ચરબી ઉતારવા માગતા લોકોએ કસરત કરવા ઉપરાંત શુગર બંધ કરવી જરૂરી છે.

તેમના ડાયટમાં સારી ચરબી ધરાવતી ચીજો પૂરતી માત્રામાં હોવી જરૂરી છે. ટૂંકમાં, પેટ પરની ચરબી ઓગાળવી હોય તો શુગર લેવાનું એવોઈડ કરવું જોઈએ, ફેટ નહીં, સંતુલિત આહારમાં ચરબી ઓછી હોય એ જરૂરી નથી, પરંતુ ફાઈબરનું પ્રમાણ વધુ હોય અને શુગર ન હોય એ મહત્ત્વનું છે.

You might also like