ટીચર અાકર્ષક હોય તો બાળક ભણવામાં હોશિયાર થઈ શકે

બાળકને ભણવામાં હોશિયાર બનાવવું હોય તો તેને ભણવામાં રસ પડે એ પહેલી શરત છે. જોકે રસ પડે એ માટે તેને વિષયો ભણાવનાર વ્યક્તિમાં પણ રસ પડતો હોય એ જરૂરી છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે જે બાળકોને તેમની ટીચર પસંદ અાવતી હોય તેઓ જે-તે વિષય વધુ સારી રીતે સમજી, શીખી અને ગ્રેસ્પ કરી શકે છે.

અા રિસર્ચરોનો દાવો છે કે જો ટીચર એટ્રેક્ટિવ હોય તો તે વિદ્યાર્થીઓનું અટેશન્શન કેળવી શકે છે. અભ્યાસમાં બાળકોને ટીચર પ્રત્યે સેક્સ્યુઅલી એટ્રેક્ટ કરવાની નહીં પણ જનરલ એટ્રેક્ટિવનેસની વાત કરવામાં અાવી છે. યુનિવર્સિટી ઓફ નેવાડાના સાઈકોલોજિસ્ટોએ ૧૦૦ વિદ્યાર્થીઓ પર પ્રગોય કર્યો હતો.

You might also like