પરિવારમાં કોઇ ઘણી વખત બીમાર પડે છે તો કરો આ વાસ્તુના ઉપાય

જો તમારા ઘરમાં બાળકો અને મોટા લોકો બીમાર રહેતા હોય તો આ કારણ હોઇ શકે છે. સાંભળવામાં આ વાત ખૂબ સામાન્ય લાગે છે, પરંતુ આ તમારી પરેશાનીનું એક કારણ હોઇ શકે છે. ઘરના લોકોનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે એના માટે આ બાબતોનું ખાસ વિશેષ ધ્યાન રાખો.

1. ઘની સામે ઝાડ અથવા થાંભલો હોવા પર ઘરના બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. જો તમારા ઘરની સામે ઝાડ અથવા થાંભલો હોય તો વાસ્તુ દોષથી બચવા માટે ઘરના મેન ગેટ પર સાથિયો રોજે બનાવો.

2. મેન ગેટની સામે ખાડો હોય તો પારિવારિક સભ્યોને માનસિક રોગ અને તણાવ રહેલો હોય છે. એનાથી બચવા માટે ખાડાને માટીથી ભરી દો.

3. મુખ્ય દરવાજાની સામે કાદવ અથવા ગંદકી હોય તો પરીવારના સભ્યોમાં કોઇના કોઇ પ્રકારની બીમારીઓથી ઘેરાયેલા હોય છે. એટલા માટે ધ્યાનમાં રાખો કે ઘની આસપાસ કોઇ પણ પ્રકારની ગંદકી રહે નહીં.

4. મેન ગેટની સામે ગંદા પાણી એકત્રિત રહે છે તો ઘરના લોકોએ ઘણા પ્રકારીન બીમારીનો સામનો કરવો પડે છે. ધ્યાન રાખો કે ઘરની સામે ગંદુ પાણી જના થાય નહીં. આવું થવા પર તરત જ સફાઇ કરી લો.

5. મેન ગેટની સામે ઘરનું મંદિર અથવા પૂજા સ્થળ હોવું જોઇએ નહીં. આવું હોવા પર ઘરમાં દેવી દેવતા પ્રવેશ કરતાં નથી અને ઘરમાં બીમારીઓ અને દુખ રહે છે.

6. સૂકાયેલા અને કાંટા વાળા ઝાડને ઘના આંગણાંમાં રાખવા જોઇએ નહીં. આવા ઝાડ ઘણા પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. લીલાછમ ઝાડને વગાવો જેનાથી ઓછામાં ઓછી બીમારીઓ આવશે. ધ્યાનમાં રાખો કે આ ઝાડનું દરરોજ ધ્યાન રાખો.

You might also like