દેશની સુરક્ષાને લઇને પર્રિકરે આપી ચીનને ચેતવણી

નવી દિલ્હી: રક્ષામંત્રી મનોહર પર્રિકરે કહ્યું કે તેઓ દેશની સુરક્ષા અને સંપ્રભુતાની બાબતે કોઇ પણ દિવસે કોઇ પણ પ્રકારનો કરાર કરવાના નથી. ભારત પાકિસ્તાન સીમા પર બ્રહ્મોસ મિસાઇલની તૈનાતીને લઇને પૂછેલા એક પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું કે જો કોઇ ભારતની સુરક્ષા હિતો પર પ્રશ્નો ઉઠાવશે તો એમના વિરુદ્ધ દરેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

જો કે પર્રિકરે ભારતીય રક્ષા તૈયારીઓ પર બોલતાં કહ્યું કે એનાથી પાડોશી દેશોને ડરવાની કોઇ જરૂર નથી. રક્ષામંત્રીએ કહ્યું કે આપણી રક્ષાને લઇને તૈયારી કોઇ એક દેશને નિશાનો બનાવીને કરવામાં આવી નથી અને આક્રમક પણ નથી.


પર્રિકરે આગળ કહ્યું કે એ ઇચ્છે છે કે પાકિસ્તાન અને ચીન બંને પાડોશી દેશો સાથે ભારતનો સારો સંબંધ હોય. પર્રિકરે કહ્યું કે એ કોઇની પણ ઉપર કોઇ પ્રકારનો શક કરી રહ્યા નથી, પરંતુ એમને કહ્યું કે આપણે દરેક રીતે તૈયાર રહેવું પડશે.

You might also like