માયાવતીએ આપી PMને ચેલેન્જ, કહ્યું તાકાત હોય તો કરાવો ચૂંટણી

નવી દિલ્હી: નોટબંધીને લઇને રાજનિતીક તકરાર વધતી જાય છે. વિપક્ષના નેતા દરરોજ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. બસપાના વડા માયાવતીએ ફરી એખ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. માયાવતીએ સંસદમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે જો પ્રધાનમંત્રી પોતાની નોટબંધીનું પરિણામ જાણવા ઇચ્છે છે તો દેશમાં ચૂંટણી કરાવીને જોઇ લે.

માયાવતીનું આ નિવેદન પીએમઓના એ સર્વે પછી આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે નમો એપ પર નોટબંધીના સર્વેમાં 5 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ સર્વેમાં 93 ટકા લોકોએ પ્રધાનમંત્રીની નોટબંધીના પગલાંને સ્વાગત કર્યું છે.

માયાવતીએ સર્વેને ખોટો જણાવતાં કહ્યું કે જો સાચો સર્વે કરવો હોય તો દેશમાં નવી રીતે ચૂંટણી કરાવીને જોઇ લો, માયાવતીએ રાજ્યસભા અધ્યક્ષ સાથે અનુરોધ કર્યો કે એ સુનિશ્વિત કરે કે રાજ્યસભામાં લન્ચ બાદની કાર્યવાહીમાં પ્રધાનમંત્રી ગૃહમાં હાજર રહે.

કાલે પણ માયાવતીએ કહ્યું હતું કે જ્યારે પ્રધાનમંત્રીએ આટલું સારું કામ કર્યું છે તો સંસદમાં આવતાં કેમ ડરે છે. માયાવતીએ એવું પણ કહ્યું કે હું રાષ્ટ્રપતિને ગુઝારિશ કરું છું કે પ્રધાનમંત્રીને સમન્શ પાઠવે અને નોટબંધી બાદ જનતાને થયેલી પરેશાનીનું સમાધાન નિકાળે.

You might also like