અરુણ જેટલીએ પાકને આપી ચેતાવણી, સુધરશે નહિ તો ચૂવવી પડશે મોટી કિંમત

નવી દિલ્લી: કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે પાકિસ્તાન પોતાની વર્તણૂકમાં સુધારો નહિ લાવે તો તેણે મોટી કિંમત ચૂકવવી પડશે. તેમણે એ પણ કહ્યું છે કે ભારતની ધીરજની પરીક્ષા કરવાનું બંધ કરે, અમે અત્યાર સુધી ઘણું જવા દીધું છે. પાકિસ્તાન સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરીને જમ્મુકાશ્મીરમાં ગોળીબાર કરીને તણાવ વધારી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે પાકિસ્તાન આતંકીઓને પેદા કરે છે અને તેઓની ફેક્ટરી ચલાવે છે અને તેઓની આયાત-નિકાસ પણ કરે છે.

તેમણે કહ્યું છે કે એમ નથી લાગતું કે પાકિસ્તાનનું વલણ બદલાયું હોય. પરંતુ જો તેને નહિ સુધરે તો તેને મોટી કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું છે કે આ જ આતંકવાદ છે. પાકિસ્તાન આતંકીઓને ટ્રેનિંગ આપે છે પછી તેઓને ઘુસણખોરી કરાવે છે. તેમણે એ પણ કહ્યું છે કે ભારત પહેલા વાટાઘાટો કરીને વાત થાળે પાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જેનાથી પાક સુધરી જાય. પરંતુ હવે સમય આવી ગયો છે કે ભારત આ મુદ્દે પોતાનો દૃષ્ટિકોણ બદલે.

જો પાકિસ્તાન આ જ રીતે પોતાના આતંકીઓ અને પોતાની સેના દ્વારા ગોળીબાર કરતું રહેશે અને આપણા લોકોને મોતને ઘાટ ઉતાર્યા કરશે તો તેણે તેનું અંજામ ભોગવવું પડશે. જેટલીએ કહ્યું કે આપણે ઊડી અને પઠાણકોટ હુમલો સહ્યો છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન હાલમાં પોતાની આંતરિક મુશ્કેલીઓમાં પણ ઘેરાયેલું છે. સરાકર અને સેના વચ્ચે સંબંધ સામાન્ય નથી, એવામાં પાકિસ્તાને સુધરવું જોઈએ.

You might also like