૩૬ વર્ષનો નેહરા કમબૅક કરી શકે તો હું હજી ૩૧નો જ છું: ઇરફાન

નવી દિલ્હી: સાડા ત્રણ વર્ષથી ભારતીય ટીમના સિલેક્ટર દ્વારા ભુલાવી દેવામાં આવેલા ઇરફાન પઠાણની કૅપ્ટન્સીમાં બરોડાની ટીમ બુધવારે વાનખેડેમાં ઉત્તર પ્રદેશ સામેની સૈયદ મુશ્તાકઅલી ટ્રોફીની ફાઇનલમાં હારી ગઈ એ બદલ ખુદ ઇરફાન ખૂબ નિરાશ હશે, પરંતુ તેને ભારતીય ટીમમાં કમબૅક કરવા માટે હજી પણ આશા છે.

માર્ચના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટેની ટીમમાં પસંદગીકારો તેને ફરી યાદ કરે કે નહીં એ તો ભવિષ્ય જ બતાડશે, પરંતુ ઇરફાનનું એક વિધાન ખૂબ અસરકારક બની શકે. ઇરફાને કહ્યું છે કે ‘જો આશિષ નેહરાને ૩૬ વર્ષની ઉંમરે ભારત વતી રમવાનો ફરી મોકો મળી શકે એ જોતાં હું તો હજી ૩૧ વર્ષનો જ છું. છેલ્લાં ઘણા સમયથી મહેનતને હું સારા પર્ફોર્મન્સમાં પરિવર્તિત કરવામાં સફળ થઈ રહ્યો છું.’

You might also like