વધુ પરસેવો થતો હોય તો સાવધાનઃ મોટી બીમારીનો સંકેત હોઈ શકે

પરસેવો થવો એ એક સામાન્ય સ્થિતિ  છે, પરંતુ જ્યારે તે વધુ માત્રામાં થાય છે તો વ્યકિત શારી‌િરક અને માનસિક બંને રીતે અસહજ થઇ જાય છે. આ સ્થિતિ પર લોકોનું જલદી ધ્યાન જતું નથી અને કેટલાક લોકો આ માટે ગંભીર પણ હોતા નથી. જ્યારે આ કોઇ મોટી બીમારીનો સંકેત પણ હોઇ શકે છે.

કોઇ ખાસ પ્રકારના બેક્ટેરિયાના ઇન્ફેક્શનના કારણે પણ વધુ પરસેવો થાય છે, તેમાં હાર્ટ વાલ્વમાં સોજો, હાડકાંઓ સાથે જોડાયેલું ઇન્ફેક્શન અને સાથે એચઆઇવી ઇન્ફેક્શન પણ સામેલ છે. સામાન્ય કરતાં વધુ પરસેવો હૃદયની સમસ્યાઓની પૂર્વ ચેતવણીનો સંકેત પણ હોઇ શકે છે.

પરસેવો આવવાની પ્રક્રિયાનો સંબંધ માત્ર બહારનો નથી. આંતરિક કીટકોથી પણ તે થાય છે. ચિંતા, ડર અને તણાવથી પણ ત્વચામાં પરસેવો થાય છે. યૌવનાવસ્થા શરૂ થાય ત્યારે શરીરમાં થતા હોર્મોન્સ બદલાવાના કારણે શરીરમાં લગભગ ૩૦ લાખ પરસેવાવાળી ગ્રંથિઓ સક્રિય થાય છે. હાઇપરહાઇડ્રોસિસથી પીડિત વ્યક્તિઓને પણ સામાન્ય લોકો કરતાં વધુ પરસેવો થાય છે.

You might also like