જો આ ચૂકી ગયા તો તમારું લાઇસન્સ અને વાહનનું રજિસ્ટ્રેશન થઈ જશે રદ્દ!

અમદાવાદઃ શું તમે જાણો છો કે જો તમે 5થી વધુ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હશે તો તમારા વાહનનું નામ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના રજિસ્ટ્રેશનમાંથી રદ્દ કરી નાંખવામાં આવશે? હા. ટૂકં સમયમાં હવે આ નિયમ લાગુ પડવાનો છે. ટ્રાફિક વિભાગે એવા તમામ વાહનોનું લિસ્ટ બહાર પાડ્યું છે જેમાં વાહનચાલકે શહેરી વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ્સ તોડ્યા હોય.

ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પ્રમાણે આ પ્રકારના 6400 વાહનોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેના આધારે આરટીઓ વહેલી તકે તેના પર પગલા લેશે. ટ્રાફિક નિયમનના ભંગ બદલ રાજ્યમાં પ્રથમ વખત વાહનોના રજિસ્ટ્રેશન રદ કરવાની કામગીરી કરાશે.

બહાર પાડવામાં આવેલી યાદી પ્રમાણે વાહનના માલિક સિવાય જો બીજી કોઈ વ્યક્તિએ વાહન ચલાવતી વખતે નિયમભંગ કર્યો હશે, તો પણ વાહનનું રજિસ્ટ્રેશન રદ કરાશે.

ટ્રાફિક પોલીસના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, જો કોઇ વાહનચાલક 5 વખત નિયમભંગ કરતા પકડાશે તો તેનું લાઈસન્સ તથા જે વાહનથી 5 વખત નિયમભંગ થયો હશે તે વાહનનું રજિસ્ટ્રેશન રદ થશે, સાથે સાથે વાહનના માલિકનું પણ લાઈસન્સ રદ થશે.

You might also like