જો હું મોઢુંં ખોલીશ તો આખો દેશ હલી જશે : ખડસે

મુંબઇ : પરાણે પદ છોડ્યા બાદ એકનાથ ખડસેએ હવે રહી રહીને મોરચો માંડ્યો છે. ખડસેએ આજે દાવો કર્યો કે જો તે મો ખોલશે તો આખો દેશ હલી જશે. ખડસેએ બુધવારે પોતાનાં મતવિસ્તારમાં સમર્થકોને સંબોધિત કરતા આ વાત ઉચ્ચારી હતી. ખડસેએ જણાવ્યું કે ભલે મે મારી વિરુદ્ધ આરોપોનાં કારણે રાજીનામું આપી દીધું પરંતુ જો મે મોઢુ ખોલ્યું તો આખો દેશ હલી જશે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ પ્રહારો કર્યા હતા.

દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ગત્ત વિધાનસભા ચુંટણી પહેલા શિવસેના સાથે છેડો ફાડવાનું જે પગલું ઉઠાવ્યું છે તેનાં કારણે ભાજપ રાજ્યમાં ભગવા ગઠબંધનનું નેતૃત્વ કરી રહી છે. તેમણે કહ્યું કે જો વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને શિવસેનાનું ગઠબંધ તુટ્યું હોત તો મહારાષ્ટ્રમાં શિવસેનાનાં મુખ્યમંત્રી હોત. મે ગઠબંધ તોડવામાં અગ્રણી ભુમિકા નિભાવી છે જેનાં કારણે આજે મુખ્યમંત્રી ભાજપનો છે.

ખડસે રાજ્યમંત્રીમંડળમાં ઘણા મહત્વપુર્ણ વિભાગો સંભાળી રહ્યા હતા. ખડસે પર ઘણા આરોપ લાગ્યા છે. જેમાં જમીન કૌભાંડથી માંડી અને પાકિસ્તાનનાં રહી રહેલા ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનાં લેન્ડ લાઇન નંબર પરથી તેનાં પર કથિત રીતે ફોન આવવાનાં આરોપોનો સમાવેશ થાય છે. ઘણા બધા આરોપોથી ઘેરાયેલા ખડસેએ અંતે હાઇકમાન્ડનાં દબાણનાં કારણે રાજીનામું આપવું પડ્યું હતું. જો કે તેનાં નવા દાવાનાં કારણે ઘણા સવાલો પેદા થયા છે.

You might also like