હું રાષ્ટ્રપતિ બન્યો તો પહેલું કામ ક્લિન્ટનને જેલમાં નાખવાનું કરીશ : ટ્રંપ

સેંટ લુઇસ : અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે જો તેઓ દેશનાં રાષ્ટ્રપતિ બનશે તો પોતાની પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિન્ટનને જેલમાં પુરશે. પોતાનાં અંગત ઇમેઇલનો ઉપયોગ કરવાનાં આરોપમાં રાષ્ટ્રપતિ પદનાં ડેમોક્રેટિક પદનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટને જેલ ભેગા કરશે.

ટ્રંપે રવિવાર કહ્યું કે તેઓ ઇમેઇલ અંગેનાં મુદ્દે તપાસ માટે ખાસ વકીલની નિયુક્તી કરશે. કારણ કે ક્લિન્ટને વર્ષ 2009થી 2013ની વચ્ચે રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં મુખ્ય રાજદ્વારી રહેતા દેશની સુરક્ષાને ખતરામાં નાખી હતી. તેમણે ટાઉન હોલ ડિબેટ દરમિયાન ક્લિન્ટને કહ્યું કે તેમને શરમ આવવી જોઇએ. ક્લિન્ટને ટ્રંપનાં આરોપોનો જવાબ આપતા કહ્યું કે આ સારૂ છે કે ટ્રંપ પોતાની મનોદશાનાં કારણે વ્હાઇટ હાઉસમાં નથી.

ક્લિન્ટને કહ્યું કે મહિલાઓની વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટીપ્પણીવાળા વીડિયોનાં કારણે શરમજનક પરિસ્થિતીમાં મુકાયા છે. પરંતુ આ વાતચીત બંધ રૂમમાં થઇ હતી. 2005માં મહિલાઓની વિરુદ્ધ અભદ્ર ટીપ્પણીવાળા વીડિયો સામે આવવાનાં કારણે તેઓ મુશ્કેલ પરિસ્થિતીમાં મુકાયા હતા.

You might also like