જો રાષ્ટ્રપતિ બનીશ તો પહેલો દિવસ ઊથલપાથલનો રહેશે: ટ્રંપ

વોશિંગ્ટન: અમેરિકા રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપએ કહ્યું કે જો તે નવેમ્બરની ચૂંટણીમાં પસંદ થઇ જશે તો તેઓ ચૂંટણી જીતી જશે તો વ્હાઈટ હાઉસ ખાતે તેમનો પહેલો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. નોર્થ કેરોલિના ખાતેની એક ચૂંટણી રેલીમાં સંબોધિત કરનારા ટ્રમ્પે કહ્યું કે, ‘તેઓ ઓવલ કાર્યાલયમાં પ્રથમ દિવસે હાલના રાષ્ટ્ર્પ્રમુખ બરાક ઓબામાની કથિત ખતરનાક નીતઓને રદ્દ કરવામાં વીતાવશે’.

જેમાં સીરિયાના શરણાર્થીઓના પુનર્વાસને રદ્દ કરવા, ઓબામા કેયરને ખતમ કરવી, એનએએફટીએ પર ફરીથી વાટાઘાટોનો આદેશ આપવો, ઓબામાના કાર્યકારી હુકમો દૂર કરવા અને મેક્સિકો સરહદે દીવાલ નિર્માણની શરૂઆત કરવા જેવી નીતિગત બાબતો સામેલ રહેશે.

તેમણે કહ્યું કે, પહેલો દિવસ ઘણો વ્યસ્ત રહેશે. ઓફિસમાં મારો પહેલો દિવસ જ બદલાવથી શરૂ થશે. પહેલા અમે ગેરબંધારણીય આદેશ હટાવીશું અને પછી અમારા દેશમાં કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરીશું. ત્યારબાદ અમે આપણી દક્ષિણી સરહદ પર દીવાલનું નિર્માણ શરૂ કરીશું. આ એ નશીલી દવાઓને પણ દૂર કરશે, જે આપણા યુવાનો પર ઝેર ખઓલી રહ્યું છે.

ટ્રંપે કહ્યું કે આ એક શરૂઆત પર છે. રિપબ્લિકન ઉમેદવારએ કહ્યું કે તે કોંગ્રેસને કહેશે કે તે ઓબામાકેરને હટાવવા અને તેમના સ્થાન પર કંઇક બીજું લાવવા બીલ મોકલે.

You might also like