સચિન-રેખાને સદનામાં હાજર ના રહેવું હોય તો આપે રાજીનામું

નવી દિલ્હી: રાજ્યસભામાં ગુરૂવારે સમાજવાદીના પાર્ટીના નેતાએ, સચિન તેંદુલકર અને રેખાની સદનમાં ગેરહાજરી બાબતે આપત્તિ દર્શાવી છે. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે જણાવ્યું કે તેઓની રૂચી ના હોય તો રાજીનામું આપી દેવું જોઈએ.

અગ્રવાલે જણાવ્યું કે સૈંવિધાનિક વ્યવસ્થા હેઠળ રાજ્યસભામાં 12 સભ્યો નામાંકિત કરવામાં આવે છે.  ક્રિકેટ અને ફિલ્મ સહિતના ક્ષેત્રોમાંથી લોકોને નામાંકિત કરવામાં આવે છે. પરંતુ હાલ આવા કોઈ સભ્યો સદનમાં આવી રહ્યા નથી તો તેનો મતલબ એ પણ થઈ શકે છે, કે તેઓને આમાં રસ ન હોય અને જો તે લોકોની રૂચી ના હોય તો રાજીનામું આપી દેવું જોઈએ.

અગ્રવાલે વ્યવસ્થાના પ્રશ્ર્ન રૂપે આ મુદ્દો ઉઠાવ્યો પરંતુ ઉપસભાપતિ પી.જે. કુરીયનએ જણાવ્યું કે આ વ્યવસ્થાનો પ્રશ્ર્ન નથી અને સભ્યો તે લોકોને સદનમાં આવવાનું કહી શકે છે. અગ્રવાલે જણાવ્યું કે જો એવું હશે તો તેવા સભ્યોને જરૂર પત્ર લખી બોલાવશે.

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યસભામાં 12 સભ્યો જુદા જુદા ક્ષેત્રોનાં છે. જેમાં સચિન તેંદુલકર,  રેખા,  અનુ આગા,  સંભાજી છત્રપતિ,  સ્વપ્ન દાસગુપ્તા,  રુપા ગાંગુલી, નરેન્દ્ર જાધવ એમસી મૈરીકોમ, કે. પારાસન, ગોપી સુરેશ. સુબ્રમણ્યમ સ્વામી અને કેટીએસ તુલસીનો સમાવેશ છે.

You might also like