Categories: India

TDPએ આંધ્ર પ્રદેશના વિશેષ રાજ્યના દરજ્જાને લઇને NDA છોડવાની આપી ધમકી

નવી દિલ્હી: તેલુગુ દેશમ પાર્ટીએ મોદી સરકારને ચેતાવણી આપી છે કે જો આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં ન આવ્યો તો તે એનડીએ થી અલગ થઇ શકે છે. ટીડીપી તરફથી આ નિવેદન આંધ્ર પ્રદેશના શિક્ષા મંત્રી શ્રીનિવાસન રાવએ આપ્યું હતું. પાર્ટીએ આ મુદ્દા પર સંસદનો ઘેરાવ કરવા માટે પણ અલ્ટીમેટમ આપ્યું છે.

રાવે કહ્યું કે રાજ્ય માટે કોઇ પણ પગલા લઇ શકીએ છીએ. જો જરૂર પડશે તો અમે કેબિનેટથી અમારા મંત્રીઓને પાછા પણ બોલાવી લઇશું અને ત્યાં સુધી કે એનડીએ છોડી પણ દઇશું. અમે રાજ્ય માટે દરેક વિકલ્પ વિચાર્યા છે અને આમે આગળ સાચો નિર્ણય લઇશું.

રાવે કહ્યું કે આંધ્ર પ્રદેશની વહેંચણી દરમિયાન સંસદમાં જે પણ સાંસદ આ મુદ્દા પર બોલ્યા હતા, જતે દરેક લોકોએ આંધ્રપ્રદેશને વિશ્ષ રાજ્યનો દરજ્જો આપવા માટેનો પ્રસ્તાવ કર્યો હતો. તેમના પ્રમાણે, અરુણ જેટલીએ તો વિશેષ દરજ્જાને દસ વર્ષ સુધી વધારવા માટેની માંગણી કરી હતી.

સોમવારે ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીએ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જાની માંગ કરતાં લોકસભામાં નારા લગાવ્યા હતાં. વાઇએસઆર કોંગ્રેસે આ મુદ્દા પર મંગળવારે આંધ્ર પ્રદેશ બંધનું એલાન કર્યું છે.

Krupa

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 week ago