‘અફઝલને શહીદ કહેશો તો હનુમનથપ્પાને શું કહેશો?’ …

નવી દિલ્હી: જેએનયુમાં દેશ વિરોધી સૂત્રોચ્ચારની વિરુદ્ધ નિવેદનો અાવવાનાં ચાલુ જ છે. રેસલર યોગેશ્વર દત્તે પણ અફઝલને શહીદ કહેવા પર અવાજ ઉઠાવ્યો છે. તેમણેે પોતાની ફેસબુક પોસ્ટમાં પૂછ્યું કે જો અફઝલને શહીદ કહેશો તો હનુમનથપ્પાને શું કહેશો. તેની અા પોસ્ટ વાઇરલ થઈ છે. તેને અત્યાર સુધી ૫૬,૯૩૩ લાઈક મળ્યા છે. ૭૭૨૦ યુઝર્સેે શેર કરેલ છે.

સંસદ હુમલાના શહીદોના પરિવારે અોલ ઇન્ડિયા એન્ટી ટેરેરિઝમ ફ્રન્ટના પ્રેસિડન્ટ એમ એસ બિટ્ટાના નેતૃત્વમાં રાજનાથસિંહની મુલાકાત લીધી. શહીદોના પરિવારે જેએનયુમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર અને અફઝલને સપોર્ટ કરનાર લોકોની ધરપકડ કરવાની માગણી કરી. બિટ્ટાનું કહેવું છે કે જો સરકાર ૧૫-૨૦ દિવસમાં કાર્યવાહી નહીં કરે તો તમામ શહીદોના પરિવારો હજારોની સંખ્યામાં જેએનયુ કેમ્પસમાં વિરોધ માટે ભેગા થશે. બિટ્ટાઅે કહ્યું કે જેમણે પણ અફઝલ ગુરુનો મુદ્દા ઉઠાવ્યો છે તેમને ૨૦૦૧ના સંસદ હુમલાના શહીદોની મજાક ઉડાવી છે.

એકબાજુ અાપણા જવાનો કુરબાની અાપી રહ્યા છે તો બીજી તરફ અફઝલના સમર્થનમાં સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે. સરકાર અા બાબતની તપાસ કરીને દોષીઅો વિરોધ સખત કાર્યવાહી કરે. જો અા બાબતમાં હાફિઝ શહીદનો હાથ હોય તો તેની પણ તપાસ કરવામાં અાવે.  બિટ્ટાઅે કહ્યું  કે જેને રાજકારણ કરવું હોય તેને રસ્તા ઉપર જાય. જેએનયુને રાજકીય અખાડો ન બનાવે અને શહીદોની કુરબાનીની મજાક ન ઉડાવે.

You might also like