હીરો ગાળો બોલે તો ચાલે, હીરોઈન સામે વાંધો

એક બાજુ ‘વીરે દી વેડિંગ’ની તમામ સ્ટાર કાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી તો બીજી તરફ કરીનાની ઓપોઝિટ જોવા મળેલો સુમિત વ્યાસ હાલમાં આ બધાથી દૂર ઉત્તરાખંડના એક ગામમાં પોતાનો સમય પસાર કરી રહ્યો છે. સુમિત પોતાની નવી વેબ સિરીઝ ‘ટ્રિપલિંગ’ની બીજી સિઝન લખી રહ્યો છે. એક્ટિંગની સાથે-સાથે સુમિત રાઇટિંગમાં પણ પારંગત છે. તેણે સક્સેસફુલ વેબ સિરીઝ ‘બેન્ડ બાજાં બારાત’, વેબ ફિલ્મ ‘લવ પર સ્ક્વેર ફૂટ’ની સ્ક્રિપ્ટ પણ લખી છે.

‘વીરે દી વેડિંગ’ જેવી મહિલા કેન્દ્રિત ફિલ્મને હા શા માટે કહી તે અંગે વાત કરતાં સુમિત કહે છે કે મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને લાગ્યું કે આ ફિલ્મમાં મારા લાયક કરવા માટે ઘણું બધું છે. આ એક બેલેન્સ્ડ સ્ક્રિપ્ટ છે. અહીં બધાંનાં પાત્ર એકસરખાં છે, જે કહાણીને આગળ વધારે છે. કયા કો-સ્ટારને વધુ ડાયલોગ મળ્યા છે તેનાથી મને ફરક પડતો નથી. તે મારી અને કાલિન્દીની કહાણી છે. કહાણી તેની આસપાસ ફરે છે. તેથી મારું પાત્ર સૌથી મહત્ત્વનું થયું.

‘વીરે દી વેડિંગ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું તેની સાથે જ લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી કે ફિલ્મમાં ફેમિ‌નઝમને ખોટી રીતે રજૂ કરાયું છે. હું માત્ર એટલું જ કહેવા ઇચ્છીશ કે જ્યારે આપણે આ જ બધી વસ્તુઓ છોકરાઓને કરતાં બતાવીએ છીએ તો લોકો ખૂબ જ મજાથી તેને જુએ છે.

‘ઓમકારા’ અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં જ્યારે એક્ટર્સ ગાળો બોલતા હતા ત્યારે લોકો તેમના પાત્રને સમજ્યા અને પ્રશંસા પણ કરી, જ્યારે અમે છોકરીઓને આ બધું કરતાં બતાવી તો આ વાત બધાંને કાંટાની જેમ નડી. આ તો હિપોક્રેસી કહેવાય. આપણા દિમાગમાં આપણે છોકરા અને છોકરીઓ વચ્ચે એક ફરક બનાવી દીધો છે. જ્યારે આપણે આ વિચારવાનું બંધ કરી દઇશું તે દિવસે બધું સામાન્ય લાગશે.

You might also like