મહિનામાં ત્રણ રજાનું કારણ માથાનો દુખાવો

લંડન: એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે માથાના દુઃખાવાને લીધે બ્રિટનમાં કર્મચારીઓ મહિનામાં ત્રણ રજા રાખતાં હોય છે. આ એક પ્રકારની ગંભીર બીમારી છે. અમેરિકામાં ૩૮ મિલિયન કરતાં વધારે અને બ્રિટનમાં છ મિલિયન લોકો માઈગ્રેનની બીમારીથી પીડિત છે.

માઈગ્રેનને કારણે બ્રિટનના અર્થતંત્રને વર્ષમાં ૩.૩ બિલિયન ડોલરનું નુકસાન થતું હોવાનું પણ બહાર આવ્યુ છે.
આ માટે થેયલા અભ્યાસમાં એમ પણ જણાવાયુ છે કે ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી માઇગ્રેનમાં લાભ મળે છે.

ભોજનમાં એવા ખાદ્ય પદાર્થો સામેલ કરો જે તમને દર્દથી દૂર રાખે સાથે દર્દ ઊભું કરતા પદાર્થોથી દૂર રહો.ફ્રાન્સમાં રહેતા ૭,૭૦૦ કરતાં પણ વધારે લોકો પર કરવામાં આવેલા અધ્યયનમાં આ વાત બહાર આવી હતી. જેમાંથી ૩.૮ ટકા લોકોને એક મહિનામાં ઓછામાં ઓછા આઠ દિવસ માથાનો દુઃખાવો રહેતો હોય છે. બીજા એક અધ્યયનમાં સ્વિટ્ઝર્લેન્ડમાં ૭૦૦ લોકોનું અધ્યયન કરવામાં આવ્યું.

You might also like