Categories: Business

IDEA-VODAFONE થયા એક, બની સૌથી મોટી ટેલિકોમ કંપની

નવી દિલ્હી: બ્રિટીશ મોબાઇલ સર્વિસ પ્રદાતા કંપની વોડાફોન અને ભારતીય મોબાઇલ સર્વિસ પ્રદાતા કંપની આઇડિયા સેલ્યુલર એક થઇ ગયા હોવાની જાહેરાત કરી છે. એની સાથે જ હવે એ સંયુક્ત રૂપથી ભારતની સૌથી મોટી દૂરસંચાર ઓપરેટર કંપની બની ગઇ છે. આ જોડાણ બાદ કંપનીના કુલ સબ્સક્રાઇબની સંખ્યા 39 કરોડની નજીક પહોંચી જશે.

છેલ્લા ઘણા સમયથી વોડાફોન અને આઇડિયા બંને એક થઇ ગયા છે એવી માહિતી મળી રહી હતી. રિલાયન્સ જીઓ આવ્યા બાદ બંને કંપનીઓની કમાણી પર ભારે અસર પડી છે. જો કે બંને એક જ થઇ જતાં આઇડિયાના શેરમાં ઘણી તેજી જોવા મળી હતી. આશરે 8 મહિવા સુધી ચાલેલી લાંબી વાતચીત બાદ બંને કંપીનીઓએ આ જોડાણને મંજૂરી આપી છે.

મળતી જાણકારી અનુસાર એક થઇ ગયા બાદ નવી કંપનીમાં આઇડિયાના શેર 26 ટકા અને વોડાફોનનો 45 ટકા શેર હશે. એક થયાની જાહેરાત બાદ કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે એમનો હેતુ ગ્રાહકોને સૌથી સારી સેવા આપવાનો હશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં બંને કંપનીના શેર બરાબર થઇ જશે.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago