Women’s Day 2019: વોડાફોન આઇડીયાએ શરૂ કરી ‘Idea Sakhi’ સેવા, જાણો ફાયદા

મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી ટેલીકોમ કંપની વોડાફોન આઇડીયાએ એક નવી શરૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ટેલિકોમ કંપની વોડાફોન આઇડીયાએ મહિલાઓ માટે ‘Idea Sakhi’ સિક્યુરીટી સર્વિસની શરૂઆત કરી છે. આ સેવાનો લાભ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને યૂઝર્સને મળશે. આ સર્વિસ હેઠળ ઇમરજન્સી અલર્ટ, ઇમરજન્સી બેલેન્સ અને પ્રાઇવેટ નંબર રીચાર્જ જેવી સુવિધા સામેલ છે.

આ સેવાને એક્ટિવેટ કરવા યૂઝર્સે માત્ર બે સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જેમાં સૌતી પહેલા ટોલ ફ્રી નંબર 1800-123-100 પર કોલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા ઇમરજન્સી કોન્ટેક્ટ (ફ્રેન્ડસ અને ફેમિલી)ને અહીં રજીસ્ટર કરવું પડશે. તમે અહીં વધારેને વધારે 10 ઇમરજન્સી કોન્ટેકટ રજીસ્ટર કરી શકો છો.

રજીસ્ટર કર્યા બાદ તમને એક 10 આંકનો પ્રાઇવેટ પ્રોક્સી નંબર જારી કરવામાં આવશે. આ નંબરને તમે કોઇપણ રીટેલ સ્ટોર પરથી રીચાર્જ કરાવી શકો છે. રીચાર્જ કરાવતા સમયે તમે તમારો પ્રોકસી નંબરનો ઉપયોગ પણ કરી શકો છે. જેના કારણે તમારો ઓરિજનલ નંબર કોઇને ખબર પડશે નહીં.

જો તમારા નંબરમાં બેલેન્સ પુરુ થઇ ગયું હશે તો તમને 10 મિનીટનો ફ્રી લોકલ અથવા એસટીડી કોલની સુવિધા મળશે. આપાતકાળ સમયે તમે 55100 પર મિસ્ડકોલ કરી બે પ્રેસ કરવાનું રહેશે. આમ કરવાથી તમારા ઇમરજન્સી કોન્ટેકટની પાસે તમારુ લોકેશન અને ટાઇમનો મેસેજ પહોંચી જશે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago