હવે IDEA એ રજૂ કર્યો ‘જેકપોટ પ્લાન’, જાણો શું છે PLAN

નવી દિલ્હી : ટેલિકોમ કંપનીઓ વચ્ચે ડેટાને લઇને ચાલી રહેલા યુધ્ધ વચ્ચે આઇડીયાએ 100 રૂપિયામાં 10 જીબી ડેટાનો પ્લાન રજૂ કર્યો છે. કંપનીએ ‘ડેટા જેકપોટ’ પ્લાન હેઠળ 100 રૂપિયામાં પ્રતિમાસ 10 જીબી ડેટાની ઓફર રજૂ કરી છે. કંપનીની આ ઓફર પોસ્ટપેડ કસ્ટમર માટે છે, જેને આઇડિયા એપ દ્વારા મેળવી શકાશે. ત્રણ મહિના માટે આ ઓફર હેઠળ દર મહિને 10 જીબી ડેટા મેળવી શકાશે. જો કે કસ્ટમર અને સર્કલ હેઠળ આ સ્કીમમાં બદલાવ થશે અને ગ્રાહકોને મહિને 1 જીબી ડેટાથી લઇને 10 જીબી ડેટા મળશે.

આ ઓફરનો લાભ લેનાર ગ્રાહકોને ત્રણ મહિના પછી પણ 100 રૂપિયાના રિચાર્જ પર દર મહિને 1 જીબી ડેટા મળશે. કંપનીના જણાવ્યાઅનુસાર આ ઓફર સર્કલ પ્રમાણે અલગ-અલગ હશે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જીઓ સામે દરેક ટેલિકોમ કંપની પોતાના ગ્રાહકોને આકર્ષવા અલગ-અલગ ઓફર રજૂ કરી રહ્યાં છે. ટ્રાઇ કંપનીએ હાલમાં જીયોની સમર સરપ્રાઇઝ ઓફર પર પ્રતિબંધ લગાવાનો આદેશ આપ્યો છે.

http://sambhaavnews.com/

You might also like