સીમકાર્ડને આધાર સાથે લિંક કરાવો અને ‘પદ્માવતી’ ફિલ્મની ટિકીટ ફ્રીમાં મેળવો

ટેલિકૉમ ઑપરેટર્સ ગ્રાહકોના મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં દેશમાં પદ્માવતી ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે, એવામાં આઈડિયાએ એક અનોખી ઑફર કાઢી છે. આઈડિયા કંપનીએ પોતાના ગ્રાહકોને નવી ઑફર આપી છે.

કંપની 24 નવેમ્બર પહેલા મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરાવનાર ગ્રાહકોને 250 રૂપિયાનું Paytm મૂવી વાઉચર આપી રહી છે. આ વાઉચર કૉડને પસંદગી પામેલા ગ્રાહકોને 29 નવેમ્બર સુધી પહોંચાડવામાં આવશે. આ વાઉચરનો ઉપયોગ કરી લકી ગ્રાહકો ફિલ્મ પદ્માવતીની ટિકીટ બુક કરી શકશે.

જો કે આઈડિયાએ આ Paytm વાઉચરની વેલિડિટીનો ખુલાસો કર્યો નથી. આવા Paytm મૂવી વાઉચર 20 હજાર ગ્રાહકોને આપવામાં આવશે. જો કે હાલમાં તો
ફિલ્મની રિલીઝને લઈને જ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે CBFC ચીફ પ્રસૂન જોષીનું કહેવું છે કે, ફિલ્મની વર્તમાન સ્થિતિને જોઈને આ ફિલ્મને સર્ટીફિકેટ
આપવામાં ઓછામાં ઓછા 68 દિવસ લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 1લી ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીએ આ ફિલ્મની તારીખ લંબાવી દીધી છે. આ ફિલ્મનો દેશના ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. દિપીકા પાદુકોણનું નાક કાપવા સુધીનું પણ લોકો નિવેદન આપી રહ્યા છે.

You might also like