અંબાજી મંદિર બનશે સુવર્ણજડીત, રૂ.61.45 લાખનાં સોનાની કરાઇ ખરીદી

બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજીનાં અંબાજી મંદિરને સુવર્ણજડીત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત મંદિરનાં ટ્રસ્ટ દ્વારા વધુ બે કિલો સોનાની ખરીદી કરવામાં આવી છે. ટ્રસ્ટને મળેલી દાનની રકમથી રૂ.61.45 લાખની સોનાની ખરીદી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 138 કિલોથી વધુ સોનાનો વપરાશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે હવે યાત્રાધામ અંબાજીને સુવર્ણજડીત કરવાની યોજના બનાવવામાં આવી છે. ત્યારે તેને લઇને મંદિરનાં ટ્રસ્ટ દ્વારા હાલમાં સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં બે કિલો સોનાની ખરીદી કરવામાં આવી છે.

મહત્વનું છે કે મંદિરને જે જે રકમ દાનમાં આવી છે તેમાંથી રૂ.61.45 લાખનું સોનું ખરીદવામાં આવ્યું છે. આમાં અત્યાર સુધી કુલ 138 કિલોથી પણ વધારે સોનાનો ઉપયોગ કરવામાં આવેલ છે. ત્યારે મહત્વની બાબત છે કે આ બાબતને લઇ ભક્તોમાં પણ એક અનેરો આનંદ ઉભો થયો છે.

You might also like