કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આજે સુનાવણી

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદી કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ભારત અને પાકિસ્તાન બંને આ મામલે પોતાના પુરાવાઓ આંતરરાષ્ટ્રીય કોર્ટ સામે રાખી ચુકયાં છે. હવે જોવાનું એ છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ આ મામલે ચુકાદાની પ્રક્રિયા હાથ ધરશે કે બંને દેશોને વધુ પુરાવા રજુ કરવા કહેશે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત સરકાર આ મામલે તૈયાર છે અને દરેક પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ભારતે ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જાધવ મામલે ઇન્ટરનેશન કોર્ટમાં પોતાનો લેખિત પક્ષ રાખ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું હતું કે બંને પક્ષ તરફથી દલીલ રજૂ કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય કોર્ટ હવે નિર્ણય કરશે કે હવે આ કેસામં શું કરવું. ભારત ગત વર્ષની આઠ મેના રોજ આંતરરાષ્ટ્રીય કોર્ટામં કુલભૂષણ જાધવની ફાંસીને પડકારી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની મોતની સજા રદ્દ કરી દીધી હતી. આ મામલે અંતિમ નિર્ણય હજી આવવાનો બાકી છે.

You might also like