પાછલાં છ વર્ષનો સૌથી મોટો ICICI પ્રૂડેન્શિયલ લાઈફનો IPO આવશે

મુંબઇ: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં પ્રથમ આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ લાઇફ કંપની આઇપીઓ લાવવા અરજી કરી છે. કંપની પાછલાં છ વર્ષનો સૌથી મોટો રૂ. ૪૭૦૦ કરોડનો આઇપીઓ લાવી રહી છે. આઇપીઓ દ્વારા એકઠી થયેલી રકમ આઇસીઆઇસીઆઇ બેન્કની પાસે જશે. કંપનીના આઇપીઓમાં આઇસીઆઇસીઆઇની હિસ્સેદારી ૬૮ ટકા છે.

દરમિયાન એડ્વાન્સ એન્ઝાઇમનો આઇપીઓ પણ આવતી કાલથી શરૂ થઇ રહ્યો છે, જે આગામી ૨૨ જુલાઇએ બંધ થશે. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ ૮૮૦થી ૮૯૬ની રાખી છે. કંપની આઇપીઓ દ્વારા રૂ. ૪૧૧ કરોડ એકઠા કરશે.

છેલ્લે એલએન્ડટી ઇન્ફોટેક કંપનીનો આઇપીઓ આવ્યો હતો. આ કંપનીના આઇપીને પણ રોકાણકાર દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો એટલું જ નહીં ક્વિઝ કોર્પો. કંપનીના આઇપીઓ પાછલા સ્પતાહે ઇશ્યૂ પ્રાઇસથી ૫૮ ટકા કરતાં વધુ ભાવે લિસ્ટિંગ થતાં નાના રોકાણકાર દ્વારા નવા આઇપીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

You might also like