ICICI-HDFCએ હોમલોનના વ્યાજદર ૦.૧૫ ટકા ઘટાડ્યા

મુંબઇ: જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં હોમલોનના દરમાં ઘટાડો કર્યા બાદ ખાનગી સેક્ટરની અગ્રણી બેન્ક આઇસીઆઇસીઆઇ અને એચડીએફસીએ પણ નવા ગ્રાહકો માટે હોમ લોનના દરમાં ૦.૧૫ ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

આઇસીઆઇસીઆઇ બેન્કે મહિલા લોનધારકો માટે ૭૫ લાખ સુધીની લોન માટે વ્યાજનો દર ૯.૧૫ ટકા કર્યો છે, જે અગાઉ ૯.૩૦ ટકા હતો. એટલું જ નહીં પગારદાર વર્ગ માટેના લોન પરના રેટમાં ૯.૩૫ ટકાથી ઘટાડો કરીને ૯.૨૦ ટકા કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ નીતિગત વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યા બાદ કેટલીક જાહેર ક્ષેત્રની બેન્કો અને ખાનગી ક્ષેત્રની બેન્કોએ હોમલોનના દરમાં ઘટાડો કર્યો છે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે હાલ કોર્પોરેટ સેક્ટરના લોન કારોબારમાં માગ ખૂબ ઓછી જોવા મળી રહી છે. તેને કારણે હોમલોનનો બિઝનેસ સરપ્લસ કરવાના ભાગરૂપે બેન્કોએ લોન પરના વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે.

You might also like