આઇસલેન્ડમાં બન્યો અદ્દભૂત કાયદો, થયું પુરુષોને નુકશાન, જાણો કેમ?

ભલે ભારત સહિતના તમામ દેશોમાં મહિલાઓ પુરુષોની તુલનામાં સમાન વેતન માટે સંઘર્ષ કરી રહી હોય, પરંતુ યુરોપીય દેશ આઇસલેન્ડેે આ દિશામાં મોટું પગલું ભર્યું છે. આઇસલેન્ડ દુનિયાનો પ્રથમ એવો દેશ બની ગયો છે કે જ્યાં પુરુષોને મહિલાઓ કરતાં વધુ પગાર આપવો ગેરકાયદે માનવામાં આવે છે.

નવા કાયદા મુજબ રપથી વધુુ એમ્પ્લોઇઝવાળી કંપનીઓ અને સરકારી એજન્સીઓને પોતાની સમાન વેતનનીતિ માટે સરકાર પાસેથી પ્રમાણપત્ર લેવું પડશે. નવા કાયદા મુજબ જે કંપનીઓ સમાન વેતનની નીતિ પર ચાલતી નથી તેમણે દંડ ભરવો પડશે.

આઇસલેન્ડ વુમન રાઇટ એસોસીએશનની બોર્ડ મેમ્બર ડેગ્ની ઓસ્કે જણાવ્યું કે આ મિકેનિઝમ દ્વારા નક્કી કરાશે કે મહિલાઓ અને પુરુષોને સમાન વેતન મળે. ઓસ્કે કહ્યું કે અમારે ત્યાં આ નિયમ દાયકાઓથી ચાલી રહ્યો છે કે પુરુષો અને મહિલાઓને સમાન વેતન મળે, પરંતુુ હવે આ અંતર વધી ગયું છે.

વિધેયક લાગુ થયા બાદ આ કાયદાની શરૂઆત આ વર્ષની ૧ જાન્યુઆરીથી થઇ ચૂકી છે. ગયા વર્ષે ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેની જાહેરાત કરાઇ હતી. આ વિધેયકનું આઇસલેન્ડની ગઠબંધન સરકારે સ્વાગત કર્યું છે. આ ઉપરાંત સંસદની વિપક્ષી પાર્ટીએ પણ સ્વાગત કર્યું છે કે જ્યાં પ૦ ટકાથી વધુ મહિલા સભ્ય છે.

You might also like