આર્કટિક સમુદ્રમાંથી ગાયબ થઇ શકે બરફ, 1 લાખ વર્ષમાં પ્રથમ વખતે આવુ થશે

કેમ્બ્રિજ: આ વર્ષે કે પછી આગામી વર્ષે આર્કટિક સમુદ્રનો બરફ ખતમ થઇ શકે છે. એક જાણિતા વૈજ્ઞાનિકે દાવો કર્યો છે. આ વર્ષે 1 જૂન સુધી આર્કટિક સમુદ્રના ફક્ત 11.1 મિલિયન સ્કવેર કિલોમીટર વિસ્તારમાં જ બરફ બચ્યો છે. ગત 30 વર્ષનો સરેરાશ 12.7 મિલિયન સ્કવેર કિલોમીટર હતો. આ અંતર આખા યૂનાઇટેડ કિંગડમને 6 વાર જોડવા બરાબર છે.

કેમ્બ્રિજ યૂનિવર્સિટીના પોલર ઓસેન ફિજિક્સ ગ્રુપના પ્રોફેસર પીટર વડહમ્સે કહ્યું કે મારું માનવું છે કે આર્કટિકનો બરફ ગાયબ થઇ શકે છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધી તેની પાસે 10 મિલિયન સ્ક્વેર કિલોમીટરના વિસ્તારથી પણ બરફ બાકી રહેશે. જો સંપૂર્ણપણે ગાયબ થશે નહી તો તેમાં રેકોર્ડબ્રેક ઘટાડો આવી શકે છે.

આર્કટિક સમુદ્ર પર 1 લાખથી 1 લાખ 20 હજાર વર્ષ પહેલાં છેલ્લી વખત બરફ ખતમ થયો હતો. ધ્રુવીય વિસ્તારોમાં ઝડપથી વધતા તાપમાનના કારણે આ સ્થિતિ પેદા થઇ શકે છે. તેનાથી બ્રિટનમાં પૂરની સ્થિતિ છે અને અમેરિકામાં કમોસમી તોફાન પણ આવી શકે છે.

જો બરફ ખતમ થઇ જાય છે તો દુનિયાભરમાં તાપમાન વધી જશે અને હવામાનમાં ઘણા પ્રકારના આકસ્મિક ફેરફાર થઇ જશે. ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ પણ ખરાબ થઇ જશે.

આર્કટિક વિસ્તારમાં આર્કટિક મહાસાગર, કેનેડાના કેટલાક ભાગ, ગ્રીનલેંડ (ડેનમાર્કનો એક વિસ્તાર), રૂસનો કેટલોક ભાગ, સંયુક્ત રાજ્ય અમેરિકા (અલાસ્કા), નોર્વે, સ્વીડન અને ફિનલેંડ સામેલ છે.

You might also like