બરફના ટુકડાથી માત્ર 10 મિનીટ કરો મસાજ, થશે આવા ફાયદા

ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. ગરમીમાં ત્વચાને લગતી અનેક સમસ્યાઓ વધી જાય છે. આ સમસ્યા નિવારવા માટે મોંઘાદાટ બ્યૂટી પ્રોડક્ટ અને બ્યૂટી ટ્રીટમેન્ટનો સહારો લઇએ છીએ, પરંતુ શુ તમે જાણો છો કે એવો સસ્તો અને સરળ ઉયા છે જેનાથી ગરમીમાં થતી સ્કિનની કેટલીક સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. જી હા, બરફનો એક ટૂકડો ગરમીમાં થતી અનેક સમસ્યાઓથી રાહત આપી શકે છે. આ બરફના ટૂકડાને સોફ્ટ કપડામાં લપેટીને તેને ચહેરા પર લગાવો, બરફના મસાજથી ત્વચાને શું ફાયદો થાય જાણીએ.

બરફનો એક ટૂકડો પ્રાઈમરનું કામ કરે છે.જો આપ મેકઅપ કર્યાં પહેલા એકવાર બરફના ટુકડાથી મસાજ કરશો તો મેકઅપ લાંબો સમય ટકી શકશે. બરફના મસાજથી બ્લડર્ક્યુલેશન સારૂ થતું હોવાથી આપની ત્વચા લાંબા સમય સુધી જવા દેખાય છે.

સનબર્ન અને ટેનની સમસ્યામાં પણ બરફનો ટૂકડો અક્સીર છે. ગરમીમાં બહારથી ઘરે આવો ત્યારે જો બરફના ટૂકડાંથી મસાજ કરવામાં આવે તો તાપથી સ્કિન પર થતી ડેમેજને બચાવી શકાય છે.

તમે નિયમિત બરફનો મસાજ કરશો તો આપની સ્કિન પર કરચલીઓ પણ નહીં પડે. આઇસ મસાજથી ત્વચા ટાઇટ થાય છે અને કરચલી થતી અટકે છે. ચામડીમાં બળતરા થતી હોય તો પણ બરફ લગાવવાથી આરામ મળે છે. બહાર ફરીને આવ્યા બાદ ચહેરાને આરામ આપવા માટે આઇસ મસાજ શ્રેષ્ઠ રહેશે.

કેટલીક વખત ઉજગરા, અનિયમિત જીવનશૈલી અને કમ્પ્યટર પણ મોડી રાત્રિ સુધી કામ કરવાથી આંખો પર સોજો રહે છે. આ સમસ્યામાં જો બરફ મસાજ કરવામાં આવે તો પફ્ફી આઇની સમસ્યાથી પણ મુક્તિ મળશે. બરફના મસાજથી થાકેલી આંખો ફ્રેશ થઇ જશે અને આંખો જ નહીં ચહેરાની થાકેલી સ્કિનની થકાવટ દૂર થશે.

બરફની મસાજથી ખીલની સમસ્યામાંથી છૂટકારો મળે છે. બરફ મસાજ માટે પહેલા તમે ચહેરાને સારી રીતે વોશ કરીને સાફ કરી લો. ત્યારબાદ બરફના ટૂકડાને પ્લાસ્ટિકની બેગ અથવા કપડામાં લપેટીને રાઉન્ડ સરક્યુલેશન સાથે 10 મિનિટ મસાજ કરો. રોજ આવું કરવાથી તમને ખીલથી રાહત મળશે.

બરફની મસાજ ખીલના ઉપદ્રવમાં રાહત આપવાની સાથે જો કોઇ જગ્યાંએ સોજો આવી ગયો હોય તો તેને પણ મટાડવામાં કારગર છે. બરફના મસાજથી બીજો એ પણ ફાયદો થાય છે કે તે ખુલ્લી ગયેલા છિદ્રોને પેક કરીને ત્વચાને રિપેર કરે છે.

You might also like