આઇસલેન્ડની ફૂટબોલ ટીમનું ઘરમાં વિજેતા જેવું ભવ્ય સ્વાગત

રેક્જાવિકઃ યુરો કપ ૨૦૧૬માં ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર ખેડનારી આઇસલેન્ડની ફૂટબોલ ટીમનું પોતાના દેશમાં વિજેતા જેવું સ્વાગત થયું. આઇસલેન્ડના લોકોએ પોતાની ટીમનું એવું સ્વાગત કર્યું, જાણે તેઓએ યુરો કપનો ખિતાબ જીતી લીધો હોય.

રેક્જાવિકના કેફ્લાવિક એરપોર્ટ પર ટીમ પહોંચ્યા પછી સ્થાનિક ફાયર સર્વિસે ટીમનાં માનમાં એક ઇન્દ્રધનુષ રચ્યું હતું. આઇસલેન્ડે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને બધાનાં દિલ જીતી લીધાં હતાં, પરંતુ તે ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાંસ સામે 2-5થી હારી ગઈ હતી. એ મેચમાં ગોલ કરનારા આઇસલેન્ડના સ્ટ્રાઇકર કોબલેન સિગ થોરસને કહ્યું કે, ”આવું સન્માન મેળવવું સપનું સાચું પડવા બરાબર છે. અમે અદ્દભૂત અનુભવ કર્યો.” ખેલાડીઓએ રાજધાનીમાં ડબલ ડેકર બસમાં સફર કરી અને પોતાના પ્રશંસકો સાથે મશહૂર ગીત ‘હૂ ધ વાઇકિંગ વાર ચેટ’ ગયું.

You might also like