શરીરના આ ભાગ પર બરફ રાખવાથી થશે ઘણી બીમારીઓમાં ફાયદો

બરફનો ઉપયોગ આપણે રોજીંદી જીંદગીમાં કરતાં હોઇએ છીએ, પરંતુ સૌથી વધારે પીવાની કોઇ પણ ચીજમાં આપણે બરફનો સૌથી વધારે ઉપયોગ કરતાં હોઇએ છીએ. આજે અમે તમને જણાવીએ છીએ કે બરફથી શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે કેવી રીતે કરવામાં આવે છે. ચીનની પારંપરિક એક્યૂપંચર પદ્ધતિમાં આઇસ ક્યૂબનો ઉપયોગ થાય છે. એ પણ શરીરના એક ખાસ ભાગમાં. એનાથી શરીરની ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. ચીનની આ વૈકલ્પિક ઉપચાર પદ્ધતિને ફેંગ ફૂ કહેવામાં આવે છે.

ફેંગ ફૂમાં ગરદનની પાછળની તરફ એક ખાસ પોઇન્ટ પર આઇસ ક્યૂબને રાખવામાં આવે છે. એને ટકાવવા માટે કપડાની પટ્ટી પણ લગાવી શકાય છે. બરફને 20 મિનીટ માટે રાખવો પડશે. જ્યારે તમે શરીરના આ ભાગ પર બરફ મૂકશો તો તમને શરૂઆતમાં ખૂબ જ ઠંડુ લાગશે. તમને એવું લાગશે કે શરીરનો આ ભાગ જામ થઇ રહ્યો છે. પરંતુ ધીરે-ધીરે પછી સામાન્ય લાગવા લાગશે.

ફેંગ ફૂ થી થતાં ફાયદા વિશે આજે અમે તમને જણાવીએ છીએ
– સારી ઊંઘમાં મદદ કરે.
– પાચન ક્રિયાને સારી બનાવે.
– વારંવાર થતી ખાંસીની સમસ્યા ઓછી કરે.
– માથાનો દુખાવો, દાંત અને સાંધાનો દુખાવો દૂર કરે.
– શ્વસન અને દિલ સંબંધી સ્વાસ્થ્યને વધારે.
– જઠરાંત્રિય અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ ચેપની સારવાર કરે.
– થાયરોઇડ ગ્લેડથી જોડાયેલી સમસ્યાઓમાં મદદરૂપ થાય.
– અસ્થમાં કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય.
– મેદસ્લિતા અને કુપોષણને સંભાળે.
– પીરિયડ્સથી જોડાયેલી સમસ્યાઓમાં મદદરૂપ કરે.
– માનસિક-ભાવનાત્મક વિકાર, તણાવ, અનિદ્રા જેવી સમસ્યાઓ ઠીક કરે.

http://sambhaavnews.com/

You might also like