ભારત સિવાય વિશ્વમાં આ જગ્યાઓ પર પણ જોવા મળે છે અમરનાથ

અમરનાથની ગુફામાં બનતું પ્રાકૃતિક બર્ફાની શિવલિંગ સંપૂર્ણ દુનિયામાં પ્રસિદ્ધ છે. દરવર્ષે તેના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આવે છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે બર્ફાની શિવલિંગ માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના અન્ય દેશોમાં પણ જોવા મળે છે. દુનિયામાં બીજી અનેક એવી બર્ફીલી ગુફાઓ છે, જેમાં બરફથી બેલા શિવલિંગ જેવી આકૃતિઓ જોવા મળે છે.

આઇસરિજનવેલ્ટ (ઓસ્ટ્રેલિયા):
આ દુનિયાની સૌથી મોટી બર્ફાની ગુફા છે. અહીં પણ બરફ જામીને એક વિરાટ શિવલિંગ જેવી આકૃતિ બને છે, તેની આજબાજુમાં આ પ્રકારની નાની-નાની ઘણી આકૃતિઓ જોઇ શકાય છે. મે મહિનામાં શરૂ થતા જ તેના દર્શન થવા લાગે છે અને આ ક્રમ ઑક્ટોરબરના અંત સુધી ચાલે છે.

દોબસીના (સ્લોવાકિયા):
સ્લોવાકિયાના દોબસીનામાં દોબસિંસ્કા નામની બર્ફાની ગુફા છે, જેનું નામ યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં પણ નોંઘાયેલું છે. અહીં પણ બરફ જામીને શિવલિંગના સામાન જ આકૃતિ બની જાય છે. માઇનિંગ એન્જિનિયરિંગ ઇ.રફાનીએ 1870માં આ જગ્યાની શોધ કરી હતી.

મિટેલાલાલિન (સ્વિટ્ઝરલેન્ડ):
આ ગુફા ફેરી ગ્લેશિયરના નામથી પણ પ્રસિદ્ઘ છે. અહીં સુધી પહોંચવા માટે 70 ફૂટ લાંબી સુરંગથી પસાર થવું પડે છે.આ ગુફામાં પણ બરફથી બનેલી શિવલિંગની આકૃતિ દેખાય છે. અહીં રંગ-બેરંગી રોશનીની વ્યવસ્થા પણ જે છે, જેમાં બરફની આકૃતિઓ ખૂબ સુંદર દેખાય છે.

મેંડેનહાલ (અલાસ્કા):
અહીં વર્ષ દરમિયાન બરફની કલાકારી જોઇ શકાય છે. ગ્લોબલ વોર્મિગના કારણે અહીં એવી બરફીલી આકૃતિઓ બની ગઇ છે. અહીં પણ નાના-મોટા શિવલિંગ, માછલી, સાપ જેવી અનેક આકૃતિ જોવા મળે છે.

You might also like