ક્રિકેટ વર્લ્ડ કપ 2019: ભારતની પ્રથમ ટક્કર 5 જૂનનાં રોજ દક્ષિણ આફ્રિકા સામે

2019માં યોજનાર વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચોની વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 2જી જૂનને બદલે હવે 5મી જૂને રમાશે. આ મેચ દક્ષિણ આફ્રિકા સામેની રમાશે.

આઈપીએલ-12ની ફાઈનલ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ વચ્ચે 15-દિવસનું અંતર ફરજિયાત રાખવાનો લોઢા સમિતિએ નિયમ બનાવ્યો છે, જેનું ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પાલન કરવું પડશે.

ભારત વિશ્વ કપ 2019માં પોતાનાં અભિયાનની શરૂઆત 2 જૂનની જગ્યાએ 5 જૂનનાં રોજ દક્ષિણ આફ્રિકા સામે રહેશે કેમ કે બીસીસીઆઇને લોઢા સમિતિની ભલામણને અનુરૂપ આઇપીએલ અને આંતરરાષ્ટ્રીય મેચની વચ્ચે 15 દિવસનું અનિવાર્ય અંતર રાખવું પડશે. વિશ્વ કપ આવતાં વર્ષે 30 મેંથી 14 જુલાઇની વચ્ચે યૂનાઇટેડ કિંગ્ડમ (યૂકે)માં રમવામાં આવશે.

બીસીસીઆઇનાં એક વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતાની શરતે જણાવ્યું કે,”આવતા વર્ષે આઇપીએલ 29 માર્ચથી 19મેંની વચ્ચે રમવામાં આવશે પરંતુ અમારે 15 દિવસનું અંતર રાખવું પડશે અને વર્લ્ડકપ 30 મેંથી શરૂ થશે એટલાં માટે 15 દિવસનું અંતર રાખવા માટે અમે 5મી જૂનનાં રોજ જ પ્રથમ મેચ રમીશું.

અધિકારીએ જણાવ્યું કે,”અમારો આ પ્રથમ એવો અવસર છે. જો કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે શરૂઆતમાં મુકાબલા નહીં થાય. આ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન (વિશ્વ કપ 1992ની જેમ જેમાં દરેક ટીમ એક-બીજાંની વિરૂદ્ધ રમશે) આધાર પર થશે.”

જો અન્ય નિર્ણય કરવામાં આવ્યાં તેમાં 2019-23નાં પાંચ વર્ષ માટે ભવિષ્યનો પ્રવાસી કાર્યક્રમ પણ શામેલ છે. અધિકારીએ કહ્યું કે,”જેવો અમે નિર્ણય કર્યો છે. ભારત આ દરમ્યાન દરેક પ્રારૂપોમાં વધારેમાં વધારે 309 દિવસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાશે. આ છેલ્લાં પાંચ વર્ષથી ચક્રથી 92 દિવસ ઓછાં છે.”

You might also like