ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી

ડર્બી: ભારતીય મહિલા કિક્રેટ ટીમ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગઇ છે. હરમનપ્રીત કૌરની શાનદાર ઇનિંગ્સના કારણે ટીમ ઇન્ડીયાએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો છે. હવે ટીમ ઇન્ડીયાની ફાઇનલમાં ટક્કર ઇંગ્લેન્ડ સામે થશે. હરમનપ્રીત કૌરે 115 બોલમાં શાનદાર 171 રન બનાવ્યા હતા.

તેણે આ શાનદાર ઇનિંગ્સમાં 20 બાઉન્ડ્રી તેમજ 7 સિકસર ફટકારી હતી. હરમનપ્રીતની આ શાનદાર ઇનિંગ્સને દેશભરમાં પ્રશંસા મળી છે. હરમનપ્રીતની ઇનિંગ્સને જોઇ ટીમ ઇન્ડીયાની સુકાની મિતાલી રાજ પેવેલિયનમાં ડાન્સ કરતી જોવા મળી હતી.

http://sambhaavnews.com/

You might also like