મહિલા ટી-20 વર્લ્ડકપઃ આયર્લેન્ડને હરાવી ભારત આઠ વર્ષ બાદ સેમિફાઇનલમાં પહોંચ્યું

ગયાનાઃ અહીં ગઈ કાલે રમાયેલી મહિલા ટી-૨૦ વર્લ્ડકપની મેચમાં આયર્લેન્ડને કારમો પરાજય આપીને ભારત આઠ વર્ષ બાદ આઇસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.

મેન ઓફ ધ મેચ મિતાલી રાજે પડકારજનક સ્થિતિમાં શાનદાર અર્ધસદી ફટકારી હતી. સ્પિનરોની કસાયેલી બૉલિંગથી ભારતે આયરલેન્ડને બાવન રને હરાવી દીધું હતું.

આયર્લેન્ડે ટોસ જીતીને ટીમ ઇન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઇન્ડિયાએ ૨૦ ઓવરોમાં છ વિકેટ ગુમાવીને ૧૪૫ રનનો સ્કૉર નોંધાવ્યો હતો. ભારત તરફથી મિતાલી રાજે ૫૬ બોલમાં સૌથી વધુ ૫૧ રન બનાવ્યા હતા.

બાદમાં ભારતીય બૉલરોની કસાયેલી બૉલિંગના સહારે ટીમે આયર્લેન્ડને ૨૦ ઓવરમાં માત્ર ૯૩ રનના સ્કોર પર જ પેવેલિયન ભેગી કરી દીધી હતી. આ સાથે જ ભારતીય ટીમે બાવન રનથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઠ વર્ષ બાદ આઇસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.

You might also like