ક્રિકેટ ખેલાડિઓને મેદાન પર ICCએ મુક્યો પ્રતિબંધ, નહીં પહેરી શકે Smartwatch

મેચ દરમિયાન ક્રિકેટર્સ હવે સ્માર્ટવોચનો ઉપયોગ કરી શકશે નહીં. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ક્રિકેટ ખેલાડીઓને સ્માર્ટવોચ પહેરવા પર ચેતવણી આપવામાં આવી છે. મેચ સિવાય, ICCએ રમતના સમયે ડ્રેસિંગ રૂમમાં કોમ્યુનિકેશન સાધનો જેવા કે સ્માર્ટવૉચનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ICCએ કહ્યું છે કે મેચ દરમિયાન ખેલાડીઓને કોઈપણ ગેજેટ્સનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. કોઈ પણ ગેજેટ જેમાં ઇન્ટરનેટ કનેક્શન હોય તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ડ્રેસિંગ રૂમમાં જતાં પહેલાં, ખેલાડીઓએ મોબાઇલ, ટેબ્લેટ અને સ્માર્ટવૉચ જેવા ઉપકરણો સબમિટ કરવા પડશે.

ICC કહે છે કે ખેલાડીઓને સંચાર ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી ખેલાડીઓને કોઈ પણ પ્રકારના મેચ ફિક્સિંગના આરોપોમાંથી બચાવી શકાય. હકીકતમાં, કેટલાક પાકિસ્તાની ખેલાડીઓને લોર્ડ્સમાં આવા ઉપકરણ સાથે જોવા મળ્યા હતા.

ગુરુવારે, 2 પાકિસ્તાની ખેલાડીઓ અસદ શફીક અને બાબર આઝમને મેદાન પર એપલ સ્માર્ટવૉચ સાથે જોવા મળ્યા હતા, જે પછી ICCના ભ્રષ્ટાચાર વિરોધી યુનિટના અધિકારીઓએ તરત જ સ્માર્ટવોચ પર પ્રતિબંધ મૂક્યો છે. ચાલો તમમે જણાવી દઈએ કે એપલની નવી સિરીઝ 3 સ્માર્ટવોચ ફોન સાથે જોડાય શકે છે અને તેનાથી ફોન પર વાત પણ કરી શકાય છે.

You might also like