U-19 નામીબિયાને કચડી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યુ

ફાતુલ્લા : રૂષભ પંતનાં 96 બોલમાં 111 રન અને સરફરાઝ ખાન, અરમાન ઝાફરીની અડધી અડધી સદીનાં સહારે મોટો સ્કોર ખડક્યા બાદ બોલરોનાં અદ્ભુત પ્રદર્શનનાં પગલે ભારતે અંડર -19 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં નામ્બિયા સામે 197 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જ ભાતર અંડર – 19 વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલા ભારતી નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેસનાં નુકસાને 349 રન ફટકાર્યા હતા. જેથી નામ્બિયાને જીતવા માટે 350 રનની જરૂર હતી. 350 રનનાં લક્ષ્યાંકને પાર કરવા માટે ઉથરેલી નામ્બિયાની ટીમ 39 ઓવરમાં 152 રનમાં જ ખડી ગઇ હતી. ભારત તરફથી અનમોલપ્રીય અને મયંક ડાંગરે 3-3 વિકેટ ઝડપી હતી.
હવે પછી ભારતની સેમીફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીએ યોજાશે. બીજી ક્વાર્ટર ફાઇનલ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાનાર છે. તેમાં જે ટીમનો વિજય થશે તે ટીમ ભારત સામે સેમીફાઇનલમાં ટકરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂષભ અને અનમોલપ્રીત વચ્ચે બીજી વિકેટે 14.5 ઓવરમાં 103 રનની ભાગીદારી નોંધાઇ હતી. જ્યારે સરફરાઝ ખાન અને અરમાન જાફર વચ્ચે ચોથી વિકેટે 98 રનની ભઆગીદારી નોંધાઇ હતી. સરફરાઝે 76 બોલમાં 6 ફોર અને 1 છગ્ગા સાથે 76 રન બનાવ્યા હતા. જ્યારે અરમાને 4 ફોર અને 1 છગ્ગા સાથે 64 રન બનાવ્યા હતા.

You might also like