કેપ્ટન કોહલી સામે બોલ ટેમ્પરિંગના આક્ષેપોને ICCએ વાહિયાત ગણાવ્યા

મુંબઈઃ બ્રિટનના અખબારે ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી સામે બોલ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગઈ કાલે અા અખબાર જૂથે એક વીડિયો પબ્લિશ કર્યો હતો, જેમાં વિરાટને બોલ ચમકાવતો દેખાડવામાં આવ્યો હતો. અખબારે દાવો કર્યો હતો કે વિરાટ નિયમોની ઐસીતૈસી કરીને બોલને ખોટી રીતે ચમકાવી રહ્યો હતો. અખબારના જણાવ્યા અનુસાર એવું લાગી રહ્યું હતું કે કોહલી રાજકોટમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં મોઢામાં રહેલી મીઠાઈ બચેલા હિસ્સાથી બોલને ચમકાવી રહ્યો હતો.

ICC વિરાટ કોહલીના કિસ્સામાં તપાસ કરી રહી છે એવી પણ વાતો ગઈ કાલે ચગી હતી. જોકે, આઇસીસીએ ખુલાસો કર્યો હતો કે આ અફવા સંબંધિત વીડિયો ૯ દિવસ જૂનો હોવાથી એ સંબંધમાં કોઈ પણ તપાસ થવાની સંભાવના નથી.

ICCએ જણાવ્યું છે કે ઇંગ્લૅન્ડની ટીમ તરફથી વિરાટ સામે કોઈ ફરિયાદ નથી કરવામાં આવી અને બ્રિટિશ ખેલાડીઓએ આ મુદ્દે કોઈ કોમેન્ટ કરવાની પણ ના પાડી હતી. સામાન્ય રીતે આવી ફરિયાદ બનાવ પછીના પાંચ દિવસમાં થઈ જવી જોઈએ.

visit : www.sambhaavnews.com

You might also like