ICC રેન્કિંગ: કોહલી ટોપ પર, રોહિત શર્માં પહોંચ્યો બીજા નંબરે…

આઇસીસીએ પોતાની વન ડે રેન્કિંગ જાહેર કરી છે. વન ડે રેન્કિંગમાં ભારતને એશિયા કપ જીતાડનાર સુકાની રોહિત શર્મા 842 પોઇન્ટ સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. આઇસીસી વન ડે બેટસમેનની રેન્કિંગમાં ટોપ બે પોઝીશન પર હવે ભારતીય ખેલાડીઓ છે.

રેન્કિંગમાં ભારતીય સુકાની વિરાટ કોહલી 884 પોઇન્ટ સાથે ટોપ પર છે. આ બીજી વખત છે જ્યારે રોહિત શર્મા રેન્કિંગમાં બીજા સ્થાન પર પહોંચ્યો છે. રોહિત શર્મા આ વર્ષે જુલાઇમાં પણ બીજા નંબરે પહોંચ્યો હતો. એશિયા કપમાં રોહિત શર્માએ 317 રન બનાવી ટૂર્નામેન્ટનો બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો.

એશિયા કપમાં સૌથી વધારે 342 રન બનાવનાર શિખર ધવન રેન્કિંગમાં ચાર સ્થાનના સુધારા સાથે પાંચમા નંબરે પહોંચી ગયો છે. શિખર ધવનના 802 પોઇન્ટ છે.

બોલરની ટોપ 5 રેન્કિંગમાં ભારતના ડાબોડી બોલર કુલદીપ યાદવ પણ સામેલ થયો છે. કુલદીપ રેન્કિંગમાં ત્રણ સ્થાન આગળ આવી કેરિયરના સર્વશ્રેષ્ટ ત્રીજા સ્થાને પહોંચ્યો છે.

You might also like