પુણેની પિચને મેચ રેફરી ગણાવી ખરાબ : આઇસીસીએ માંગ્યો જવાબ

નવી દિલ્હી : પુણે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 333 રને શરમજનક પરાજય થયો હતો. ત્યાર બાદ પિચને રેફરે ખરાબ ગણાવી હતી. આઇસીસીએ આ રિપોર્ટ બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાને મોકલીને 14 દિવસમાં ખુલાસો માંગ્યો છે.

મેચ રેફરી ક્રિસ બ્રોડે આજે તેના રિપોર્ટમાં પિચને ખરાબ ગણાવી હતી. તેમણે આઇસીસી પિચ અને આઉટફઇલ્ડ મોનિટરિંગ પ્રોસેસની ક્લોઝ 3 અંતર્ગત રિપોર્ટ દાખલ કરી પીચની ક્વોલિટી પર સવાલ ઉઠાવ્યો છે. બીસીસીઆઇના જવાબ બાદ આઇસીસીના જ્યોફ ઓલાર્ડિસ અને રંજન મૃદગલે તેનો રિવ્યુ કરશે.

ઉલ્લેખનીય છે કે પુણે ટેસ્ટ ત્રણ દિવસમાં જ પુરી થઇ ગઇ હતી. જેને ઓસ્ટ્રેલિયાએ 333 રનથી જીતી હતી. આ પિચ ટર્નિંગ ટ્રેક હતી. મેચ દરમિયાન કોમેન્ટેટર્સે જણઆવ્યું હતુ કે, પહેલા દિવસની પીચ ત્રીજા દિવસ જેવી લાગતી હતી. આ દરમિયાન પુણે ટેસ્ટથી પિચને પોતાના મરજી મુજબ બનાવવા ભારતીય ક્રિકેટ ટીમના મેનેજમેન્ટે દબાણ કર્યું હોવાની જાણકારી પણ સામે આવી છે.

You might also like