191 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં થશે મોટો ફેરફાર, ICCએ ઘડ્યો આ પ્લાન

આગામી ટેસ્ટ ક્રિકેટમાં મોટો ફેરફાર થઈ શકે છે. ટેસ્ટ ક્રિકેટનો મૂળભૂત નિયમ હવે દૂર કરી શકાય તેવી શક્યતા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એવું વિચારી રહ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં ટૉસ પ્રથા હવે નાબૂદ થવી જોઈએ કે નહીં.

ટેસ્ટ ક્રિકેટમાં એવું જોવા મળે છે કે યજમાન ટીમનાં કપ્તાન સિક્કો ઉછાળે છે અને મહેમાન ટીમનાં કપ્તાન હેડ અથવા ટેલમાંથી કોલ કરે છે. માર્ચ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે MCG પર પ્રથમ ટેસ્ટ મેચ રમવામાં આવી હતી ત્યારથી આ ટૉસની પ્રથા શરૂ કરવામાં આવી હતી.

એવું કહેવાય છે કે ટૉસ હોસ્ટ ટીમ માટે ફાયદાકારક છે કારણ કે તે તેની ટીમની મજબૂતાઇ મુજબ પીચ બનાવે છે. આનાં કારણે ટૉસનું મહત્વ નોંધપાત્ર રીતે ધણું વધી ગયું છે. જો કે હવે ICC ફેરફાર કરવા વિચારી રહી છે.

આની શરૂઆત 2019માં એશિયાઇ સિરીઝથી કરી શકાય છે, જેની સાથે ટેસ્ટ ચૅમ્પિયનશિપ પણ શરૂ કરવામાં આવશે. 2019 એશિયાઇ સિરિઝમાં યજમાન ટીમ હવે નક્કી કરશે કે પ્રથમ બેટિંગ કરવી કે પછી બોલિંગ કરવી.

તમને જણાવી દઇએ કે 2016થી ઇંગ્લીશ કાઉન્ટી ચૅમ્પિયનશિપની પ્લેઇંગ પરિસ્થિતિઓમાં ફેરફારો કરવામાં આવ્યાં છે. આ હેઠળ યજમાન ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે, પરંતુ જો તે નિર્ણય યોગ્ય ન લાગે તો તે ટૉસ પણ કરી શકે છે. આ મામલે મેંનાં અંતમાં મુંબઈમાં ICCની ક્રિકેટ સમિતિની બેઠક યોજાશે.

You might also like