ચેમ્પિયન્સ ટ્રોફીનાં બજેટ સામે બીસીસીઆઇએ ઉઠાવ્યો વાંધો

નવી દિલ્હી : બીસીસીઆઇએ આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં એકથી 18 જુન સુધી યોજાનારી ચોમ્પિયન્સ ટ્રોફીનાં આયોજન માટે ફાળવાયેલ બજેટ સામે વાંધો ઉઠાવ્યો છે. આ આયોજન માટે 13 કરોડ 50 લાખ રૂપિયાનું બજેટ આઇસીસી દ્વારા ફાળવવામાં આવ્યું છે. બીસીસીઆઇને આ વર્ષે આઠ માર્ચથી ત્રણ એપ્રીલ સુધી વર્લ્ડ ટી20 મેચનાં આયોજન માટે આઇસીસી દ્વારા 4 કરોડ 50 લાખ રૂપિયા જ ફાળવાયા હતા. જ્યારે લંડનમાં આ રકમ ત્રણ ગણી વધારીને ફાળવવામાં આવી છે.

આઇસીસી જ્યારે પણ કોઇ ટુર્નામેન્ટનું આયોજન કરે છે ત્યારે મેજબાન દેશને એક નિશ્ચિત રકમ આપે છે. મેજબાન દેશ સ્થાનીક આયોજન સમિતીની રચનાં કરે છે જે ટુર્નામેન્ટની તમામ આયોજકીય જવાબદારી ઉઠાવે છે. બીસીસીઆઇનાં કેટલાક અધિકારીઓ બજેટથી પરેશાન છે. કારણ કે ઇંગ્લેન્ડમાં માત્ર 15 જ મેચ રમાનારી છે. જ્યારે ભારતમાં ટી 20 વર્લ્ડ કપનું આયોજન 27 દિવસ ચાલ્યું હતું. આ દરમિયાન કુલ 58 મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 35 પુરૂષ અને 23 મહિલા મેચ હતી.

એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે આઇસીસી લંડનમાં એક કાર્યાલય બનાવાઇ રહ્યું છે. જેને ટુર્નામેન્ટ પુરી થયા બાદ ઇસીબીને સોંપી દેવામાં આવશે. આઇસીસીએ મે જુનમાં એડીનબર્ગમાં આઇસીસીનાં વાર્ષીક સંમેલન દરમિયાન સમીક્ષા માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2017નો મુસદ્દો અને બજેટ પોતાનાં સભ્યોને સોંપ્યું હતું.

You might also like