ICC પણ ઇચ્છે છે કે ભારત અને પાક. વચ્ચે મહત્તમ મેચો યોજાય : ચેમ્પિયન્સ ટ્રોફીની જાહેરાત

દુબઇ : આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાનાર છે. ઇંગ્લેન્ડમાં રમાનારી આ ટૂર્નામેન્ટ માટે બંન્ને ટીમો એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. કાર્યક્રમની જાહેરાત બાદ પ્રથમ વખત આઇસીસીએ સ્વિકાર્યું હતું કે આ પ્રકારની ઇવેન્ટમાં આ બંન્ને વચ્ચે શક્ય તેટલી વધારે મેચ યોજાય તે માટે તેઓને એક જ ગ્રુપમાં રાખવામાં આવતી હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વ્યુઅરશીપ મહત્તમ મળતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 1 જૂનથી ચાલુ થતી આ સીરીઝની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાશે. ICC ચીફ એક્ઝિક્યુટિવ ડેવ રિચર્ડસને જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધારેમાં વધારે મેચ થાય તેવું અમે આયોજન કરતા હોઇએ છીએ. આ ઇચ્છા માત્ર અમારી નહી પરંતુ ક્રિકેટ ફેન્સની છે. ક્રિકેટ ફેન્સ ઇચ્છે છે કે ભારત અને પાકિસ્તાન ગ્રુપ લેવલથી જ એકબીજાની સામે ટકરાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જ્યારે યોજાયછે ત્યારે ઓડિયન્સનો મહત્તમ રિસ્પોન્સ મળતો હોય છે. કેટલીક વખત તો ટીઆરપીનાં તમામ રેકોર્ડ તુટી જાય તેટલી વ્યુઅરશીપ પણ મળતી હોય છે. ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2013માં રમાઇ હતી. ત્યારે ભારતે ખિતાબ જીત્યો હતો. તે સમયે ભારત અને પાકિસ્તાન ગ્રુપ બીમાં હતા. નિયમાનુસાર 30 સપ્ટેમ્બર 2015 સુધીમાં IDI રેન્કિંગની ટોપ 8 ટીમો વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું.

You might also like