શું ચેમ્પિયન્સ ટ્રોફીમાં 11 વર્ષ જૂના ખેલાડીઓ કરી શકશે ધમાલ!

લંડન : ચેમ્પિયન્સ ટ્રોફીને શરૂ થવામાં હવે માત્ર થોડા દિવસો જ બાકી રહ્યા છે. હાલમાં ચેમ્પિન્સ ટ્રોફીમાં વોર્મ અપ મેચનો પ્રારંભ થઇ ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની આ 8મી ટુર્નામેન્ટ છે. આ અગાઉ સાત ટૂર્નામેન્ટ રમાઇ ચુકી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ ટૂર્નામેન્ટ 1998માં બાંગ્લાદેશ ખાતે રમાઇ હતી. ચેમ્પિન્સ ટ્રોફી ટૂર્નામેન્ટને 1998માં વિલ્સ ઇન્ટરનેશનલ કપના નામે ઓળખવામાં આવતો હતો. જેને 2000માં વિલ્સ ઇન્ટરનેશનલ કપ બદલી નોકઆઉટ કપ કરી દેવામાં આવ્યો. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં આઠ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આઠ ટીમોમાં એવા ખેલાડીઓ પણ છે જે ઘણા વર્ષોથી ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડકપ રમતા આવ્યા છે. જેમાં એબી ડીવિલિયર્સ, એમએસ ધોની, યુવરાજસિંહ, શોએબ મલિક, શાકિબ અલ હસનનો સમાવેશ થાય છે.

આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડીવિલયર્સ આ વખતે આફ્રિકા ટીમનું નેતૃત્વ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી રહ્યાં છે. ડીવિલિયર્સે 2006માં પ્રથમ વખત આફ્રિકાની ટીમ તરફથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લીધો હતો. તે આફ્રિકા તરફથી ચોથી વખત ચેમ્પિયન્સ ટ્રોફી રમશે.

જ્યારે ભારતીય ટીમના સૌથી સફળ કપ્તાન રહેલા એમએસ ધોની તેની પ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દ્રવિડની કપ્તાની હેઠળ 2006માં રમી હતી. ધોનીએ 2013માં પોતાની કપ્તાનીમાં ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા બનાવી હતી. ધોની 10 વર્ષ પછી ફરી એક ખેલાડી તરીકે વિરાટ કોહલીના નેતૃત્વમાં ફરી રમશે.

શોએબ મલિક પાકિસ્તાન ટીમના સૌથી અનુભવી ખેલાડી છે. મલિકે પણ 2006માં પાકિસ્તાન તરફથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની શરૂઆત કરી હતી.

યુવરાજસિંહ ભારતીય ટીમના સૌથી અનુભવી ઓલરાઉન્ડર ખેલાડી છે. યુવરાજસિંહ 2000માં રમાયેલ ચેમ્પિયન્સ ટ્રોફીથી રમી રહ્યો છે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીને નોકઆઉટ કપ કહેવામાં આવતો હતો. યુવરાજસિંહ 11 વર્ષ બાદ ફરી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાપસી કરી રહ્યો છે.

બાંગ્લાદેશના સૌથી અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસને સૌથી પ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફી 2006માં રમી હતી. શાકિબે 2006માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ.
http://sambhaavnews.com/

You might also like