IBPS માં પડી છે 1315 જગ્યા માટે ભરતી, જાણો ક્યારે અને કેવી રીતે કરી શકો છો APPLY

ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન એટલે કે IBPS મા 2017-18ના સ્પેશ્યલિસ્ટ ઓફિસર ની જગ્યા માટે ભરતી કરવા ઓફિશિયલ નોટીફિકેશન બહાર પડાવામાં આવ્યું છે. આ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન 7 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવાર 27 નવેમ્બર સુધીમાં અલગ-અલગ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. નોટિફિકેશન મુજબ IBPSમાં 1315 જગ્યા માટે અરજી મગાવામાં આવી છે.

આ જગ્યાઓ માટે પડી છે જાહેરાત
– આઇટી ઓફિસર – 120
– એગ્રીકલ્ચર ફીલ્ડ ઓફિસર – 875
– રાજભાષા અધિકારી – 30
– લો ઓફિસર – 60
– એચઆર – પર્સનલ ઓફિસર – 35
– માર્કેટિંગ ઓફિસર (સ્કેલ-1) – 195

યોગ્યતા :
આઇટી ઓફિસર – કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એન્જીનિયરની ડીગ્રી
એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર – કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એગ્રીકલ્ચર સાઇન્સમાં ગ્રેજ્યુએશન
રાજભાષા અધિકારી – હિન્દી અને અંગ્રેજી ભાષામાં પોસ્ટ-ગ્રેજ્યુએશન
લો-ઓફિસર – કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એલએલબી ડિગ્રી
એચ-આર/પર્સનલ ઓફિસર – કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી માર્કેટિંગમાં એમબીએ

ઉંમર – ઇચ્છુક ઉમેદવાર 20 થી 30 વર્ષ

અંતિમ તારીખ – ઇચ્છુક ઉમેદવાર 27 નવેમ્બર સુધી કરી શકશે અરજી

કેવી રીતે કરશો અરજી – સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે ઓફિશિયલ વેબસાઇઠ ibps.in પર જઇ અરજી કરી શકે છે

You might also like