6,999 રૂપિયામાં લોન્ચ થયો ફોટોગ્રાફી માટે ખાસ સ્માર્ટફોન

નવી દિલ્હી: સ્વદેશી ટેક્નોલોજી કંપની iBall એ કેમેરા સેંટ્રિક સ્માર્ટફોન iBall Andi F2F 5.5U લોન્ચ કર્યો છે. તેની ખાસિયત તેમાં આપવામાં આવેલો કેમેરો જેમાં Exmor R સેંસર યૂજ કરી શકાય છે. તેની કિંમત 6,999 રૂપિયા છે અને કંપનીનો દાવો છે કે તેનાથી લેવામાં આવેલો ફોટો વધુ સારું હશે. આ અમેજોન ઇન્ડીયા ઉપરાંત રિટેલ સ્ટોર્સ પર મળશે.

5.5 ઇંચની એચડી સ્રીટોનવાળા આ સ્માર્ટફોનમાં 1 GHz પ્રોસેસરની સાથે 1GB રેમ અને 8GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી તેને વધારીને 32GB સુધી કરી શકાય છે.

જો કે આ એન્ડ્રોઇડના જૂના વર્જન એટલે કે 5.1 લોલીપોપ પર કામ કરે છે અને તેમાં બે સિમ લગાવી શકાય છે. તેની બેટરી 2,700mAhની છે અને કંપનીનો દાવો છે કે આ 4G નેટવર્ક પર 7 કલાકનો ટોકટાઇમ અને 10 દિવસ સ્ટેન્ડબાય બેકઅપ આપશે.

આ ફોનની ખાસિયત તેનો કેમેરો છે. તેમાં f/2.2 અપર્ચર અને Sony Exmor R સેંસરવાળો 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ડુઅલ એલઇડીવાળા આ કેમેરાના માધ્યમથી એચડી વિડીયો રેકોર્ડિંગ કરી શકાય છે. આ ઉપરાંત તેમાં 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે જેમાં પણ ઘણા ફિચર્સ આપવામાં આવ્યા છે.

કનેક્ટિવિટી માટે બીજા સ્માર્ટફોન્સની માફક તેમાં પણ સ્ટાડર્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં વાઇફાઇ, બ્લ્યૂટૂથ, માઇક્રો યૂએસબી કનેક્ટર અને 4GB જેવા ઓપ્શન્સ આપવમાં આવ્યા છે.

You might also like