6,999 રૂપિયામાં લોન્ચ થયું 8 ઈંચવાળું ટેબલેટ Slide Co-Mate

નવી દિલ્હી: સ્વદેશી કંપની iBallએ એક નવું ટેબલેટ iBall Slide Co-Mate ટેબલેટ લોન્ચ કર્યું છે. તેની કિંમત 6,999 રૂપિયા છે અને તેને ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. તમને જણાવી દઇએ કે તેમાં એક માઈક્રો અને બીજું સામાન્ય સિમ લગાવી શકો છો.

આ ટેબલેટમાં 8 ઇંચની એચડી સ્ક્રીનની સાથે 21 રીજનલ લેગ્વેંજ સપોર્ટ અને વોઇસ કોલિંગ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ પર કામ કરનાર આ ડુઅલ સિમવાળા ટેબમાં 1.3GHz ક્વાડકોર પ્રોસેસર અને 1GB રેમની સાથે 8GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.

બેસિક ફોટોગ્રાફી માટે તેમાં એલઈડી ફ્લેશની સાથે 5 મેગાપિક્સલ ઓટોફોકસ રિયર કેમેરો અને 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં બિલ્ટ આ ઇયરફોન અને રિસીવર આપવામાં આવ્યું છે. એટલે કે વોઇસ કોલિંગ માટે અલગથી હેંડસેટ લગાવવાની જરૂર નથી.

તેની બેટરી 4,300mAhની છે અને કંપનીના અનુસાર આ 14 કલાકનો ટોકટાઇમ આપશે. કનેક્ટિવિટી માટે તેમાં વાઇફાઇ, 3G, બ્લ્યૂટૂથ, ઓટીજી અને માઇક્રો યૂએસબી જેવા સ્ટાડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે.

You might also like