કચ્છમાં જખૌ સીમાથી આતંકવાદીઓ ઘૂસ્યાનનું IBનું એલર્ટ

અમદાવાદ : IBના એલર્ટના અલ્ટીમેટમ બાદ સુરક્ષા વ્યવસ્થા સધન કરાઈ છે. જખૈ જળસીમામાં એક શંકાસ્પદ વ્યએ પ્રવેશ કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે. શંકાસ્પદ વ્યકિત વિસ્ફોટક સામગ્રી લઈને કંડલા તરફ આવ્યો હોવો જોઈએ.

જો કે આ એલર્ટ બાદ તરત જ સમગ્ર કચ્છ વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સમગ્ર જળસીમા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

બીજી તરફ સમગ્ર કચ્છ અને જખૌનાં આસપાસનાં વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરીને આવતા જતા તમામ વાહનોનું કડક ચેકિંગ આદર્યું છે. આવતા જતા તમામ વાહનોને તપાસવામાં આવી રહ્યા છે.

You might also like